ભોપાલ: કર્ણાટકના સંકેશ્વરથી લખનઉ જવા માટે ટ્રેનમાં બેઠેલી સાફિયા હાશ્મી ઉતાવળમાં માસૂમ બાળક માટે દૂધ લેવાનું ભૂલી ગઈ હતી, તેને આશા હતી કે ટ્રેન કોઈ સ્ટેશન પર રોકાશે અને તે દૂધ ખરીદી લેશે, પરંતુ આવું થઈ શક્યું નહીં. કર્ણાટકથી ટ્રેન શરૂ થયા પછી, તે ટ્રેન ખાલી એકાધ સ્ટેશન પર જ રોકાઇ હતી. જ્યાં સાફિયાએ સ્ટેશન પર તૈનાત પોલીસ કર્મીઓને હાથ જોડીને બાળક માટે દુધ માંગતી રહી, પરંતુ સાફિયાને તેના માસુમ બાળક માટે ક્યાયથી પણ દુધ મલ્યું નહી.
1200 કિલોમીટરથી વધુની યાત્રા દરમિયાન માસુમ દૂધ માટે રડતી હતી. આખરે, ટ્રેન ભોપાલ સ્ટેશન પર રોકાઈ, બાળકીને રડતી જોઈને ફરી એક વાર સાફિયાએ સ્ટેશન પર તૈનાત પોલીસકર્મીઓ પાસે દૂધ માંગ્યું અને કહ્યું કે તેની છોકરીને ભુખ લાગી છે, ત્યા કેટલાય પોલીસ કર્મીઓ હતા, તેમાથી ઇન્ડર યાદવ નામના સૈનિકે કહ્યું કે તમે ચિંતા ના કરો અમે દુધની વ્યવસ્થા કરી આપીશુ.