નવી દિલ્હી: એક તરફ દેશમાં કોરોના વાઇરસના કેસો ઝડપથી વધી રહ્યા છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેનોની સંખ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 954 નવા કોરોના કેસ નોંધાયા છે. 27 મે પછી આ પહેલી વાર છે જ્યારે 24 કલાકની અંદર કોરોના કેસની સંખ્યા 1000 કરતા ઓછી છે. આ 954 કેસો સાથે, દિલ્હીમાં કોરોના કેસ વધીને 1,23,747 થયા છે.
દિલ્હીમાં કોરોના નવા કેસમાં ઘટડો, 24 કલાકમાં ફક્ત 954 કેસ નોંધાયા
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં રોજ કરતા સોમવારે ઓછા કેસ નોંધાયા છે.દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં હાલના સમયમાં ઘટાડો જોવા મળ્યો છે. દેશની રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 954 નવા કોરોના કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં, 1784 દર્દીઓ સાજા થયા, અત્યાર સુધીમાં કુલ 1,04,918 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 35 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, અત્યાર સુધી અહીં કુલ 3663 દર્દીઓ ના મોત થયા છે. કુલ સક્રિય કેસ 15,166 છે.
દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે ભારતમાં, COVID-19 થી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધીમાં 11 લાખને પાર થઇ ગઈ છે. સોમવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે એક દિવસમાં 40,000 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં કોરોના કેસનો આ સૌથી મોટો આંકડો છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયેલા પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચ પર છે.