ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોશિયલ મીડિયા પરથી 909 વાંધાજનક પોસ્ટ ચૂંટણી પંચે હટાવી, પેઈડ ન્યુઝના 647 કેસ

ન્યુઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી 2014ની સરખામણીમાં આ વખતે પેઈડ ન્યુઝના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે આ વખતે સોશિયલ મીડિયામાંની 909 આપત્તિજનક પોસ્ટ હટાવવામાં આવી હોવાનું ચૂંટણી પંચે જણાવ્યુ છે.

સોશિયલ મીડિયા પરથી 909 વાંધાજનક પોસ્ટ ચૂંટણીપંચે હટાવી, પેઈડ ન્યુઝના 647 કેસ

By

Published : May 20, 2019, 9:40 AM IST

ચૂંટણી આયોગ દ્વારા આ લોકસભાની ચૂંટણીમાં પેઈડ ન્યુઝની 647 ઘટનાઓ સામે આવી છે. સૌથી વધારે પહેલા ચરણમાં 342 કેસ થયા છે. જ્યારે સાતમાં ચરણણાં 57, પાંચમાં ચરણમાં 8, ચોથા ચરણમાં136, બીજા ચરણમાં 51 તો સૌથી ઓછી ફરીયાદ છઠ્ઠા ચરણમાં માત્ર 1 જ સામે આવી છે. 2014ના લોકસભા ઈલેક્શનમાં પેઈડ ન્યુઝનાં 1,297 કેસ સામે આવ્યા હતા.

પહેલી વાર ચૂંટણીપંચે સોશિયલ મીડિયા ઉપર નજર રાખી અંકુશ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. સોશિયલ મીડિયમાં સૌથી વધારે ફેસબુક પરથી 650, ટ્વીટર પરથી 220, શેયરચેટ પરથી 31, ગુગલ પરથી 5 તો વ્હોટ્સએપ પરથી 3 પોસ્ટ હટાવવામાં આવી હોવાનું ચૂંટણી પંચે જણાવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details