ગુજરાત

gujarat

By

Published : Apr 2, 2020, 8:26 PM IST

ETV Bharat / bharat

84 ટકા ભારતીયો માને છે કે કોવિડ-19ના કારણે ફરીથી સ્થિતિને સ્થાપવામાં એક વર્ષનો સમય જશે

કોરાના વાયરસના કારણે  ફાટી નીકળેલા વૈશ્વિક રોગચાળામાંથી પુનઃ સ્થિતિને સામાન્ય બનાવવામાં છ માસથી માંડીને એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે તેમ 84 ટકા  ભારતીયો માની રહ્યા છે. તેમ એક સર્વેમાં જાણવા મળ્યુ છે.

84 ટકા ભારતીયો માને છે કે કોવિડ-19ના કારણે ફરીથી સ્થિતિને સ્થાપવામાં એક વર્ષનો સમય જશે
84 ટકા ભારતીયો માને છે કે કોવિડ-19ના કારણે ફરીથી સ્થિતિને સ્થાપવામાં એક વર્ષનો સમય જશે

માર્કેટ રિસર્ચ અને એનાલિસિસ ફર્મ વેલોસીટીના સર્વેક્ષણાં જણાવવામાં આવ્યુ છે કે 94 ટકા લોકોએ જણાવ્યુ કે તે કોવિડ-19 નામના રોગચાળાથી વાકેફ છે. તો 75 ટકા લોકો આ બાબતે ખુબ જ જાગૃત હતા. જજ્યારે માત્ર 52 ટકા લોકો જ જાણતા હતા કોવિડ-19ના કોરોના વાયરસ કરી ફેલાઇને બિમારી ફેલાવે છે.

આ સર્વે દિલ્હી, મુંબઇ, બેંગલુરૂ, કોલકતા, ચેન્નાઇ, હૈદરાબાદ , પુણે, લખનઉ, અમદાવાદ અને જયપર સહિતના શહેરોમાં રહેતા 2100 જેટલા અભિપ્રાય સાથે કરાયો હતો.

જ્યારે 70 ટકા લોકોએ જવાબ આપ્યો હતો કે હાલની સ્થિતિમાં બિમાર લોકોને વાયરસની અસર થવાની સંભાવના વધારે છે. જો કે 63 ટકા લોકોએ જણાવ્યુ હતુ કે યોગ્ય સ્વચ્છતા અને જરૂરી સાવચેતી રાખવામાં આવે તો કોવિડ-19નો સામનો કરી શકાય તેમ છે.

વેલોસીટી એમઆર કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અને સીઇઓ જેસલ શાહે જણાવ્યુ કે સર્વેક્ષણમાં તારણો બહાર આવ્યા છે કે 81 ટકા લોકો પહેલા કરતા વધુ હાથ ધોવા માંડ્યા છે અને 78 ટકા લોકોએ શક્ય હોય તો ભીડભાડ વાળી જગ્યા પર જવાનું ટાળવાનું શરૂ કર્યુ છે.

સર્વેમાં એવુ પણ જાણવા મળ્યુ છે કે ઘણા લોકો ઇચ્છતા હોવા છંતાય, પણ તેમની રોજિંદી પ્રવૃતિઓમાં કોઇ ફેરફાર કરી શકતા નથી.જ્યારે 58 ટકા લોકોએ જણાવ્યુ કે નોન પીક કલાકો દરમિયાન તેઓ કરિયાણા અને રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકતા નથી. 46 ટકા સંબધિત કામના હેતુથી મુસાફરી કરવાનું ટાળી શક્યા નથી. અને 25 ટકા લોકોને ઘરેથી કામ કરવાની પસંદગી આપવામાં આવી નથી.

તો મોટાભાગના લોકોએ પ્રતિક્રિયા આપી હતી કોવિડ-19 અંગે માહિતી મેળવવા માટે તેઓ ટેલીવિઝન, સોશિયલ મિડીયા, વેબસાઇટ અને ન્યુઝ પેપર પર આધાર રાખે છે.

એક સામાન્ય તારણમાં એવી પણ બાબતો સામે આવી છે કે કોવિડ-19ને કારણે પ્રવાસન ઉદ્યોગ પર મોટાફટકો પડ્યો છે. અને છેલ્લાં એક મહિનામાં અંદાજે 51 ટકા લોકોએ તેમનો પ્રવાસ રદ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details