રિપોર્ટ અનુસાર બાળકની સાથે રેપ કર્યા બાદ તેની ગળુ દબાવી હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે આરોપીની ઓળખ કરી અને તેના ધરપકડને લઈને આરોપી પર 20 હજારનું ઇનામ જાહેર કર્યું છે.
દુષ્કર્મ બાદ 8 વર્ષની માસૂમની હત્યા, 6 પોલીસકર્મી સસ્પેન્ડ - RAPE
ભોપાલઃ નહેરૂ નગરમાં 8 વર્ષની માસૂમનું અપહરણ કરી અને હત્યા કરવાના કેસમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે.
દુષ્કર્મ બાદ 8 વર્ષની માસૂમની હત્યા
માસૂમનું અપહરણ કરી અને હત્યા કરવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. બાળક સાથે શરમજનક ઘટના ઘટ્યા બાદ તેની ગળું દબાવી હત્યા કરી હતી. આરોપી માસૂમ બાળકના પડોશમાં જ રહે છે. પોલીસે આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આ કેસની તપાસમાં ઉણપ રાખી અને બેદરકારી દાખવાનારા 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ કેસને લઇને ભોપાલ સાંસદે પણ પીડીત પરીવાર સાથે મુલાકાત કરી હતી અને પોલીસની કામગીરી પર પણ તેને સવાલ ઉછાવ્યા હતા.