ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં વીજળી પડવાથી 8 લોકોના મોત, 12થી વધુ ઘાયલ - Died

બિહાર: બિહારના નવાદા જિલ્લામાં આવેલા કાશીચક વિસ્તારમાં શુક્રવારના રોજ આકાશમાંથી વીજળી પડવાથી 8 લોકોના મોત નિપજ્યા હતા. જો કે 12થી વધારે લોકો દાજી ગયા હતા. આ ઘટનાને પગલે મૃત્યુ પામનારા લોકોમાં મોટા ભાગના સગીર વયના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો આ અંગે પોલીસ વિભાગ દ્વારા ધાનપુર ગામમાં કેટલાક બાળકો ખેતરમાં રમી રહ્યાં હતા. તે દરમિયાન વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો હતો. ત્યારે તમામ લોકો એક ઝાડની નીચે ઉભા રહી ગયા હતા. તે દરમિયાન વીજળી ( વજ્રપાત ) પડવાથી ઘટના સ્થળે જ 8 લોકોના મોત નિપજ્યાં હતા. તો આ ઘટનામાં 12થી વધુ લોકો દાજી ગયા હતા.

બિહારમાં વીજળી પડવાથી 8 લોકોના મોત, 12થી વધુ ઘાયલ

By

Published : Jul 20, 2019, 3:23 AM IST

તો આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વજ્રપાતમાં બળી ગયેલા લોકોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો દાખલ કરવામાં આવેલા ઇજાગ્રસ્તોમાંથી 2થી 3 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો મૃત્યુ પામનારા લોકોમાંથી 7 લોકોની ઉંમર 15 કે તેનાથી ઓછી છે.

તો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જેને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

તો આ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન નીતીશ કુમારે પણ આ ઘટના પર દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તો આ સાથે જ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. તો ઇજાગ્રસ્તોની સારવાર અંગેની પણ આદેશ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details