દુબઇ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 6 જૂને સાંજે 5.40 વાગ્યે બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં 31 મુસાફરો લવાર હતા. પોલીસે કહ્યું કે, આ ઘટનામાં 17 લોકોના મોત થયા હતા જ્યારે 5 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.
દુબઇમાં બસ અકસ્માતમાં 12 ભારતીયોના મોત, વિદેશપ્રધાન જયશંકરે વ્યક્ત કર્યું દુઃખ - Indian
ન્યુઝ ડેસ્ક: દુબઈમાં એક બસ અકસ્માતમાં 12 ભારતીયોના મોત થયા છે. દુબઇમાં ભારતીય એમ્બેસીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, 'અમને જણાવતા દુ:ખ થાય છે કે દુબઇમાં બસ અકસ્માતમાં 12 ભારતીયોના મોત થયા છે, વાણિજ્ય દૂતવાસ મૃતના કેટલાક સંબંધીઓ સાથે સંપર્કમાં છે.'
ફાઇલ ફોટો
મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 6 ભારતીયોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે, આ આ આંકડો વધી શકે છે કારણ કે 8 મૃતદેહની હજી સુધી ઓળખ થઇ નથી. પ્રાથમિક સારવાર પછી 4 ભારતીયોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને ત્રણની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
Last Updated : Jun 7, 2019, 4:55 PM IST