ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Yes બેન્કમાં જગન્નાથ મંદિરના રૂપિયા 545 કરોડ જમા...

RBIએ યસ બેન્ક પર પ્રતિબંધો લગાવીને ભગવાન જગન્નાથ મંદિરના પૂજારીની ચિંતામાં વધારો કર્યો છે.

Yes બેન્કમાં જગન્નાથ મંદિરના રૂપિયા 545 કરોડ છે જમા...
Yes બેન્કમાં જગન્નાથ મંદિરના રૂપિયા 545 કરોડ છે જમા...

By

Published : Mar 6, 2020, 9:19 PM IST

ભુવનેશ્વર : ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિરના પુજારી યસ બેન્ક પર RBIના પ્રતિબંધોને લઇ ચિંતામાં મુકાયા છે. મંદિરના દેવતાના નામ પર બેન્કમાં 545 કરોડ જમા છે.

મંદિરના સેવકે જણાવ્યું હતુ કે,યસ બેન્ક પર RBIના પ્રતિબંધથી ભક્તોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમણે કહ્યું કે, ખાનગી બેન્કમાં આટલી માટી રકમ જમા કરનાર શખ્સો વિરૂદ્ધ તપાસ કરવી જોઇએ. જગન્નાથ સેના સંયોજક પ્રિયદર્શી પટનાયકે જણાવ્યું હતુ કે, સ્વામીની રાશીને ખાનગી બેન્કમાં જમા કરવું તે અનૈતિક છે. આ માટે શ્રી જગન્નાથ મંદિરના આયોજકો અને મંદિરની સમિતિ જવાબદાર છે.

આ અંગે કાયદાકીય પ્રધાન પ્રતાપ જૈને કહ્યું હતુ કે,રૂપિયા બચત ખાતામાં જમા કરવામાં નથી આવ્યા. તેમણે વધુમાં કહ્યું કે, સરકારે આ માસના અંતમાં મુદત થાપણનો સમય પૂરો થયા બાદ યસ બેન્કમાંથી રાષ્ટ્રીયકૃત બેંકમાં નાણા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કાયદા પ્રધાને ગયા મહિને વિધાનસભામાં કહ્યું હતું કે, 545 કરોડ રૂપિયા યસ બેંકમાં સ્થિર થાપણોના રૂપમાં છે, બાકીના 47 કરોડ રૂપિયા ખાતામાં છે.

ABOUT THE AUTHOR

...view details