ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો પાંચમાં તબક્કામાં કયા દિગ્ગજ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી માટે આજે પાંચમા તબક્કાનું મતદાન થશે. જેમાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થશે. જેમાં 8 કરોડ 75 લાખ મતદાતાઓ જેમાં 674 ઉમેદવારોનું ભવિષ્ય નક્કિ કરશે. 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થશે. જેમાં ઉત્તર પ્રદેશની 14, રાજસ્થાનની 12, પશ્વિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 7-7 બેઠકો પર મતદાન થશે. જ્યારે બિહારની 5 અને ઝારખંડની 4 બેઠકો પર મતદાન થશે. જમ્મુ કાશ્મીરમાં લદાખ બેઠક અને અનંતનાગ બેઠક માટે પુલવામા અને શોપિયા જિલ્લામાં મતદાન થશે.

ડિઝાઈન ફોટો

By

Published : May 6, 2019, 6:08 AM IST

ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની વચ્ચે ટક્કર થશે. ઉલ્લેખનીય છે કે, 2014માં રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઈરાનીનો પરાજય થયો હતો. રાહુલ ગાંધી 2004થી અમેઠીના સાંસદ છે. UPA અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતિન પ્રધાન ઘૌરહરા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નિર્મલ ખત્રી ફેઝાબાદથી ચૂંટણી લડી રહ્યા છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રાજનાથ સિંહની અને સમાજવાદી પાર્ટીના પૂનમ સિંહાની વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળશે.

રાજસ્થાનની 25માંથી 12 બેઠકો પર આજે મતદાન થશે. 13 બેઠકો પર પહેલા જ મતદાન સમાપ્ત થઈ ચૂંક્યું છે.

જયપુર ગ્રામ્ય બેઠક પર રાજ્યવર્ધન રાઠોડનો મુકાબલો કોંગ્રેસના કૃષ્ણા પૂનિયા સામે થશે. જે પૂર્વ એથલીટ અને ધારાસભ્ય પણ રહી ચૂંક્યા છે. રાહુલ ગાંધીના નજીકના ગણાતા જિતેન્દ્ર સિંહ અલવર બેઠક પર પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં ટીકમગઢ બેઠક પર કેન્દ્રીય પ્રધાન વીરેન્દ્ર સિંહ ખટીક ભાજપના ઉમેદવાર છે. સતત ત્રીજી વખતે કિસ્મત અજમાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details