રાષ્ટ્રપતિ ભવન કાર્યાલય દ્વારા આજે જાહેર થયેલી જાહેરાતમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કલરાજ મિશ્રાને બદલીને રાજસ્થાનની કમાન સોંપાઇ છે.
આરિફ મોહમ્મદ ખાન કેરળમાં અને કલરાજ મિશ્રા રાજસ્થાનમાં સંભાળશે રાજ્યપાલ પદ - રાજ્યપાલ
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કલરાજ મિશ્રા હવે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે કામગીરી કરશે. મિશ્રાના સ્થાન પર બંડારુ દતાત્રેયને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.
આરિફ મોહમ્મદ ખાન કેરળમાં અને કલરાજ મિશ્રા રાજસ્થાનમાં સંભાળશે રાજ્યપાલ પદ
જાહેરાત અનુસાર, ભગત સિંહ કોશ્યારી મહારાષ્ટ્રના રાજ્યપાલ થશે અને આરિફ મોહમ્મદ ખાન કેરળમાં રાજ્યપાલ પદની જવાબદારી સંભાળશે.
આ પ્રકારે ડો.તમિલિસાઇ સુંદરરાજનને તેલંગણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.