ઉત્તર પ્રદેશઃ રાજ્યમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. KGMU દ્વારા 806 કોરોનાના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 45 નવા કોરોના દર્દીઓ બહાર આવ્યા છે. જેમાં લખનઉ 31, સીતાપુર 1, આગરામાં 13 લોકો પોઝિટિવ નોંધાયા છે. લખનઉમાં મળી આવેલા 31 પોઝિટિવ કેસમાં 23 પુરુષ અને 8 મહિલા, સીતાપુરમાં 1 પોઝિટિવ દર્દીમાં પુરુષ છે, આગરામાંથી બહાર આવેલા 13 દર્દીઓમાંથી 8 પુરુષ અને 5 મહિલા છે, ત્યારબાદ આગ્રા અને લખનઉનો વિસ્તાર રેડઝોનમાં આવે છે.
ઉત્તર પ્રદેશમાં કોરોનાના 45 નવા પોઝિટિવ કેસ નોંધાયા
ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. KGMU દ્વારા કોરોના માટે 606 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 45 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં 45 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
રાજધાની લખનઉમાં 31 નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલ, બલરામપુર હોસ્પિટલ, જીસીઆરજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. આમ, ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસના 45 નવા કેસ નોંધાયા છે. રાજ્યભરમાં હોમ કોરેન્ટાઈન કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 10661 છે. આ સાથે રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 705 થઈ ગઈ છે.