નવી દિલ્હી : રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 4266 નવા કેસ નોંધાયા છે.આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 2,09,748 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 21 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા 4687 છે. હાલમાં દિલ્હીમાં કોરોનાથી 26907 સક્રિય દર્દીઓ છે. તો 1,78,154 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
24 કલાકમાં 2754 દર્દીઓ સાજા થયા
દિલ્હીમાં કોરોના સંક્રમણ દર 10.37 ટકા થઈ ગયો છે. કોરોના સંક્રમણોનો કુલ આંક વધીને 2,09,748 પર પહોંચ્યો છે. જો કે, આમાંના 1,78,154 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર 2754 લોકો કોરોનાથી સાજા થયા છે. શનિવારે રિકવરી રેટ નીચે આવી ગયો છે અને હવે તે ઘટીને 84.93 ટકા પર પહોંચ્યો છે.
અત્યાર સુધી 4687ના મોત
દિલ્હીમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી 21 લોકોના મોત થયા છે. શનિવારે થયેલા વધારા પછી દિલ્હીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4687 પર પહોંચી ગયો છે. અને કોરોનાને કારણે મૃત્યુઆંક હવે વધીને 2.23 ટકા થઈ ગયો છે.