ચંદ્રબાબૂ નાયડૂને ફરી એક ઝટકો, ચાર રાજ્યસભા સાંસદ ભાજપમાં જોડાયા - andhra pradesh
ન્યુઝ ડેસ્ક: આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને TDP અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડૂને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. તેમની પાર્ટીના 4 રાજ્યસભા સભ્ય TDPમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ ગયા છે.
ચાર રાજ્યસભા સાંસદ ભાજપમાં જોડાયા
રાજીનામુ આપ્યા બાદ 4 પ્રધાનો ભાજપામાં શામેલ થઈ ગયા છે. રાજયસભા સભ્ય સી એમ રમેશ, ટી જી વેંટકેશ, જી મોહન રાવ અને વાઇ એસ ચૌધરી TDPને છોડીને ભાજપા જોડાઈ ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે TDPના રાજ્યસભાના કુલ 6 માંથી 4 સભ્ય જો પક્ષને છોડે તો પણ તે રાજ્યસભાના સભ્ય પદ પર યથાવત રહેશે. આ અગાઉ આ ચારેય સભ્યો વૈંકેયા નાયડૂ સાથે પણ મુલાકાત કરી હતીં.