ન્યૂઝ ડેસ્ક: 4 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર દિવસ. આજની તારીખમાં સૌથી વધુ મૃત્યુ કેન્સરના કારણે થાય છે. જેથી આજના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવામાં આવે છે. હાલના સમયમાં વિશ્વમાં દર વર્ષે કેન્સરને કારણે 76 લાખ લોકોના મોત થાય છે. જેમાં 40 લાખ લોકો સમય પહેલા (30થી 69 વર્ષ) મૃત્યુ પામે છે. આ ઉપરાંત 2025 સુધીમાં કેન્સરને કારણે સમયથી પહેલા થતો મૃત્યુદર વધીને દર વર્ષે 60 લાખ થવાનું અનુમાન છે. આજની તારીખમાં મોઢું, ગર્ભાશય અને સ્તનના કેન્સરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે.
કેન્સરના લક્ષણો
દરેક રોગ થયાં પહેલાં તે રોગના લક્ષણો માનવ શરીરમાં પ્રવેશી જતાં હોય છે. કેન્સરના લક્ષણોની વાત કરીએ તો
- સતત વજન ઉતરવું,
- અવાજમાં ફેરફાર થવો,
- સ્તનમાં સોજો કે ગાંઠ થવી,
- ગળામાં ગાંઠ થવી,
- મોઢામાં ચાંદુ,
- ભુખ ન લાગવી,
- મળ દ્વારમાંથી દુઃખાવા વગર લોહી નીકળવું,
- ખોરાક ખાવામાં કે પાણી પીવામાં તકલીફ,
- ચામડીના તલના કદ અને રંગમાં અચાનક ફેરફાર