જયપુર: રાજસ્થાનમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી 31 નવા કેસ સામે આવતા કુલ આંકડો 2803 પર પહોંચ્યો છે. જયપુરમાં 2 દર્દીઓના મૃત્યુ પણ થઇ ચૂક્યા છે. જેના પછી મોતનો આંકડો 70 થઇ ગયો છે.
રાજસ્થાનમાં કોરોનાના 31 નવા કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 70 પર
રાજસ્થાનમાં આજના દિવસે કોરોનાના એકસાથે 31 નવા કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કોરોના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,803 પર પહોંચી છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધી 6 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. જેને પગલે મૃત્યુઆંક 70 પર પહોંચી ગયો છે.
તબીબી વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પ્રતાપગઢમાં 2, ઉદયપુરમાં 2, જયપુરમાં 8, જોધપુરમાં 9, અજમેરમાં 2, ચિત્તોડગઢમાં 3, કોટામાં 1, ડુંગરપુરમાં 1 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં ઈરાનથી લાવવામાં આવેલા ભારતીયોમાંથી 61 લોકો, ઇટાલીથી 2 લોકો અને અન્ય રાજ્યોના 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ જોવા મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,14, 411 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 1,05,182 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે અને 6,457 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.