જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ક્વોરેન્ટાઈન પિરિયડ પૂરો કર્યા પછી બુધવારે 300 લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આરાગ્ય અધિકારીઓએ આ વાતની જાણકારી આપી હતી. આ સાથે જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ ક્વોરેન્ટાઇન સેન્ટરમાંથી 600થી વધુ લોકોને મુક્ત કરવામાં આવ્યાં છે.
કોરોના, ક્વોરેન્ટાઈન અને કાશ્મીરઃ 600 લોકોને ક્વોરેન્ટાઈન સેન્ટરમાંથી મુક્ત કરાયા
જમ્મુ-કાશ્મીરમાં વિવિધ ક્વોરેન્ટાઈન સેન્ટરોમાંથી 600થી વધુ લોકોને મુક્ત કરવામાં આવ્યાં છે. કઠુઆથી 300 લોકોને મુક્ત કરવામાં આવ્યાં હતા, જે સૌથી મોટા ક્વોરોન્ટાઈન સેન્ટરમાંથી એક કેન્દ્ર છે, જ્યારે 236 લોકોને શ્રીનગરના વિવિધ ક્વોરેન્ટાઇન સુવિધાઓથી મુક્ત કરવામાં આવ્યાં હતાં.
કાઠુઆ જિલ્લા કલેક્ટર ઓ. પી. ભગતએ પત્રકારોને જણાવ્યું કે, અમે ક્વોરેન્ટાઈન સેન્ટરમાં મુદત પુરી કરી હોય તેવા 600 લોકોને મુક્ત કર્યા છે. તેમને ખાનગી વાહનોમાં પોતપોતાના જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. કઠુઆ જે જમ્મુ અને કાશ્મીરનું મુખ્ય ક્વોરેન્ટાઈન સેન્ટર ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શ્રીનગરમાં ક્વોરેન્ટાઈન પિરિયડ પુરો કર્યો હોય તેવા કુલ 236 લોકોને વિવિધ ક્વોરેન્ટાઈન્ટાઈન સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી.
કઠુઆના કોરેન્ટાઈનમાંથી મુક્ત કરાયેલા કુપવાડાના નઝીર વાનીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કોરેન્ટાઈન સેન્ટરમાં સરકારે સંભવિત એટલી શ્રેષ્ઠ સુવિધાઓ ઉભી કરી છે. જ્યાં તેમને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.