ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઇદ પર 3 મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ, જોઇએ કઇ ફિલ્મ થાય છે સુપરહિટ..! - RRR

ન્યૂઝ ડેસ્ક: સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ "ઇંશાઅલ્લાહ" દ્વારા 20 વર્ષ પછી સંજયલીલા ભણસાલી સાથે કામ કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મમાં સલમાનની સાથે આલિયા ભટ્ટ જોવા મળશે. સલમાન ખાને જણાવ્યું કે, આ ફિલ્મ ઇદ 2020 પર રિલિસ્ કરવામાં આવશે. એટલે કે 3 મોટી ફિલ્મો એક સાથે ધમાલ મચાવશે અને સાથે જ એક બીજાને ટક્કર પણ આપશે.

ડિઝાઇન ફોટો

By

Published : Mar 21, 2019, 6:47 PM IST

અરે, હાં મોટા બજેટની ફિલ્મો જેમાં, "ઇંશાઅલ્લાહ", અક્ષય કુમાર સ્ટારર "સૂર્યવંશી" અને રાજામૌલીની ફિલ્મ "RRR".

સાથે જ સમાચાર આવી રહ્યા છે કે, સલમાન સ્ટારર "ભારત" આ વર્ષે ઇદ પર રિલિસ્થવા જઇ રહી છે. ત્યાર બાદ તે 1 એપ્રિલથી "દબંગ-3"નું શૂટિંગ શરુ કરશે. "દબંગ-3" આ વર્ષે જ ડિસેમ્બરમાં રિલિસ્થશે.

સલમાન ખાને ફિલ્મની રિલિસ્ડેટને કન્ફર્મ કરતા કહ્યુંકે, અમે આવતા વર્ષે ઇદ પર આવીશું... શુટિંગ વિશે તેણે જણાવ્યુ કે, હું પહેલા દબંગનું શુટિંગ પુરુ કરીશ અને ત્યાર બાદ સંજયની ફિલ્મનું કામ શરુ કરીશ.

આ સાથે જ જો વાત કરવામાં આવે તો અક્ષયની આવનારી ફિલ્મ "સુર્યવંશી" રોહિત શેટ્ટી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડ્કશન હેઠળ કરવામાં આવશે. અક્ષયે 4 માર્ચના દિવસે ફિલ્મનું એક પોસ્ટર જાહેર કરતા જણાવ્યું હતું કે, આ ફિલ્મ 2020ની ઇદ પર રીલીઝ કરવામાં આવશે.

અને હવે વાત કરીએ એસ.એસ રાજામૌલીની ફિલ્મ "RRR"ની તો આ ફિલ્મ પણ ઇદ 2020ના દિવસે રીલીઝ થશે. આ ફિલ્મના નિર્માતાઓએ ટ્વીટર પર ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, 30 જુલાઇ 2020...RRR...દુનિયાભરના દરેક થિયેટર્સમાં ! તેલુગુ, તમિલ, હિંદી, મલયાલમ અને અન્ય ભાષાઓમાં એક સાથે."

આ પરથી તો લાગી રહ્યુ છે કે 3 મોટા બજેટની ફિલ્મો એક સાથે ઇદ પર ધમાલ મચાવવાની છે. હવે તો આ જોવાનું રહ્યુ કે કોણ દર્શકોનું મન જીતવામાં સફળ થાય છે.

ABOUT THE AUTHOR

...view details