નવી દિલ્હીઃ રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે જણાવ્યું હતું કે, સામાન્ય સ્થિતિમાં ઘરે પાછા જવાના પ્રયાસમાં રેલવે મંત્રાલય 1 જૂનથી 200 મેલ એક્સપ્રેસ ટ્રેનો ચલાવશે.
રેલવે આગામી 10 દિવસમાં 2600 શ્રમિક ટ્રેન દોડાવશે, 36 લાખ મજૂરોને ઘરે પહોંચાડવાનું લક્ષ્ય
રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે જણાવ્યું હતું કે, સામાન્ય સ્થિતિમાં ઘરે પાછા જવાના પ્રયાસમાં રેલવે મંત્રાલય 1 જૂનથી 200 મેલ એક્સપ્રેસ ટ્રેનો ચલાવશે.
રેલવે આગામી 10 દિવસમાં 2600 શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન ચલાવશે
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 4 દિવસથી સરેરાશ 260 શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન ચલાવી રહ્યાં છે અને દરરોજ 3 લાખ કામદારો તેનો લાભ લઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે, જો અમને કોઈ રાજ્ય સરકારની દરખાસ્ત મળશે, તો અમે રાજ્યના કોઈપણ સ્ટેશનથી ટ્રેન ચલાવવા માટે તૈયાર છીએ. યાદવે કહ્યું કે, શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનમાં મુસાફરી કરનારા 80 ટકા કામદારો ઉત્તર પ્રદેશ અને બિહારના છે.