- આજથી ચોવીસ કલાક મળશે આરટીજીએસ સુવિધા
- આરટીજીએસનું પરિચાલન સાતો દિવસ અને ચોવીસ કલાક
- રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે ટ્વીટ કરીને માહિતી આપી
મુંબઇઃ ઉંચી કિંમતની લેવડ-દેવડ માટે રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (આરટીજીએસ) સુવિધા આજે (રવિવાર) મધરાતથી પ્રતિ દિવસ ચોવીસ કલાક ઉપલબ્ધ થશે. એવી રીતે ભારત દુનિયાના તે અમુક દેશોમાં સામેલ થશે જ્યાં આરટીજીએસનું પરિચાલન સાતો દિવસ અને ચોવીસ કલાક થાય છે.
ભારતીય રિઝર્વ બેન્કે ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે, આરટીજીએસ સુવિધા વર્ષના બધા દિવસોમાં ચોવીસ કલાક ઉપલબ્ધ થશે.
ગર્વનર શક્તિકાંત દાસનું ટ્વીટ
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે ટ્વીટ કર્યું કે, આરટીજીએસ આજે 12.30 કલાકથી ચોવીસ કલાક પરિચાલન થશે. આ સંભવ બનાવનારી આરબીઆઇની ટીમ, આઇએફટીએએસ અને સેવા ભાગીદારોને શુભેચ્છા પાઠવી હતી.
આ સાથે જ ભારત દુનિયાના અમુક દેશોમાં આવી ગયા છે કે, જે આરટીજએસ પ્રણાલીનું પરિચાલન પુરા વર્ષ દરમિયાન ચોવીસ કલાક કરે છે.
લગભગ એક વર્ષ પહેલા રિઝર્વ બેન્કે નેફ્ટના પરિચાલનને ચોવીસ કલાક કર્યા હતા. નેફ્ટ નાના મુલ્યોની લેવડ દેવડની લોકપ્રિય રીત છે.
આરટીજીએસનું પરિચાલન 26 માર્ચ, 2004 માં ચાર બેન્કોની સાથે શરૂ થયું હતું. જો કે, તેમાં દરરોજના 237 ભાગીદારો બેન્કોની વચ્ચે 4.17 લાખ કરોડ રુપિયાના 6.35 લાખની લેવડ દેવડ થાય છે.
નવેમ્બર, 2020 માં આરટીજીએસ પર સરેરાશ લેવડ દેવડનો આકાર 57.96 લાખ રૂપિયા હતા. આ રીતથી આ વાસ્તવમાં મોટા મુલ્યોવાળી ચૂકવણીની ખૂબ જ સારી પ્રણાલી સાબિત થઇ છે.
નાણાકીય વ્યવહારો માટે આરટીજીએસ શ્રેષ્ઠ મેસેજિંગ સ્ટાન્ડર્ડ આઈએસઓ 200022 નો ઉપયોગ કરે છે. આરટીજીએસમાં, લાભકર્તાના ખાતામાં પ્રવેશ માટેની પુષ્ટિ સુવિધા પણ ઉપલબ્ધ છે. શરૂઆતમાં, રિઝર્વ બેન્કે એનઇએફટી અને આરટીજીએસ સિસ્ટમ્સ દ્વારા ટ્રાન્ઝેક્શન પર કોઈ શુલ્ક લગાવ્યો ન હતો.
આ પગલું દેશમાં ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે ઉઠાવ્યો હતો. આ ઉપરાંત રિઝર્વ બેન્કે બેન્કોથી તેનો લાભ ગ્રાહકોને આપવા કહ્યું હતું.
હવે રિઝર્વ બેન્ક આરટીજીએસ અને નેફ્ટ દ્વારા લેવડ દેવડ માટે બેન્કો પર ન્યૂનતમ શુલ્ક લાગે છે, તો બેન્ક ગ્રાહકો પર શુલ્ક લગાવે છે.