નવી દિલ્હીઃ છત્તીસગઢની કોંગ્રેસ સરકારને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે, સુપ્રીમ કોર્ટે 2013માં થયેલા ઝીરમ ઘાટી નક્સલ હુમલા અંગે તપાસ કરી રહેલી ન્યાયિક તપાસ સમિતિ સમક્ષ વધુ એક સાક્ષી રજૂ કરવાની છત્તીસગઢ સરકારની અપીલને ઠુકરાવી છે.
2013 ઝીરમ ઘાટી નકસલ હુમલો: SCએ છત્તીસગઢ સરકારની વધુ સાક્ષીની અરજી ફગાવી - 2013 ઝીરમ ઘાટી નકસલ હુમલો
છત્તીસગઢની કોંગ્રેસ સરકારને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે, સુપ્રીમ કોર્ટે 2013માં થયેલા ઝીરમ ઘાટી નક્સલ હુમલા અંગે તપાસ કરી રહેલી ન્યાયિક તપાસ સમિતિ સમક્ષ વધુ એક સાક્ષી રજૂ કરવાની છત્તીસગઢ સરકારની અપીલને ઠુકરાવી છે.
રાજ્ય સરકારે ન્યાયિક તપાસ સમિતિ સમક્ષ ઝીરમ ઘાટી નક્સલ હુમલા મામલે વધુ એક સાક્ષી રજૂ કરવાની અપીલ કરી હતી. મે 2013માં આ હુમલામાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સહિત અનેક લોકો માર્યા ગયા હતાં.
આ અગાઉ છત્તીસગઢ હાઇકોર્ટે પણ રાજ્ય સરકારની અપીલ નામંજૂર કરી હતી, તે અપીલમાં રાજ્ય સરકારે પણ ન્યાયિક તપાસ પંચ સમક્ષ વધુ સાક્ષીઓ રજૂ કરવાની અપીલ કરી હતી પરંતુ હાઈ કોર્ટે અપીલ નામંજૂર કરી હતી. છત્તીસગઢ સરકારે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે.