ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામા હુમલામાં સંકળાયેલી 2 વ્યક્તિની NIA દ્વારા ધરપકડ કરાઈ

પુલવામામાં થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) વધુ બે લોકોની ધરપકડ કરી છે. પુલવામા હુમલામાં સામેલ થવાના આરોપમાં પિતા-પુત્રીની ધરપકડ કરવામાં આવી છે.

પુલવામા હુમલામાં સંકળાયેલી 2 વ્યક્તિની NIA દ્વારા ધરપકડ કરાઈ
પુલવામા હુમલામાં સંકળાયેલી 2 વ્યક્તિની NIA દ્વારા ધરપકડ કરાઈ

By

Published : Mar 3, 2020, 7:34 PM IST

જમ્મુ-કાશ્મીર: ગત વર્ષે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) વધુ બે લોકોની ધરપકડ કરી છે. પુલવામાાં હુમલામાં સામેલ થવાના આરોપમાં પિતા-પુત્રીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ મામલામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પહેલા તપાસ એજન્સીએ 28 ફેબ્રુઆરીએ આ મામલે પહેલી ધરપકડ કરી હતી. NIAએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઓવર ગ્રાઉન્ડ વર્કર શાકિર બશીર માગરેની કાશ્મીરથી ધરપકડ કરી હતી. શાકિરે આત્મઘાતી હુમલાવર આદિલ અહમદ ડારને મદદ કરી હતી. શાકિર પુલવામાનો જ રહેવાસી છે અને તેની ફર્નીચરની દુકાન છે. પુલવામા હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.

આદિલ અહમદ ડાર એ આતંકી હતો જે કારમાં સવાર થઇને સુરક્ષા દળના કાફલામાં ઘુસી ગયો હતો. આ હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. શાકિરે ખુલાસો કર્યો કે, તેણે આદિલ અહમદ ડાર અને વધુ એક અન્ય સહયોગી મોહમ્મદ ઉમર ફારુકને વર્ષ 2018ના અંતથી લઇને ફેબ્રુઆરીમાં કરવામાં આવેલા હુમલા સુધી પોતાના ઘરમાં શરણ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details