મુંબઇ: ગત મોડી રાત્રે એક નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી થયો હતો. મળતી માહિતી મુજબ, નવો બની રહેલો આ બ્રિજ કોઈ અકસ્માતે ઘસી પડતા ઘટના ઘટી હતી. આ ઘટનામાં બે લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.
મુંબઇમાં નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી, 2 ગંભીર
મુંબઇમાં ગત મોડીરાત્રે એક ઓવરબ્રિજ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે 2 લોકોની હાલત ગંભીર છે. હોસ્પિટલમાં બન્નેની સારવાર ચાલી રહી છે.
મુંબઇમાં નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી, 2 ગંભીર
બ્રિજ ઘસી પડતા બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે ટ્રક સહિતના કેટલાક વાહનો પણ આ બ્રિજ નીચે દબાઇ ગયા હોય માહિતી મળી છે. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર ટ્રાફિકને તુરંત દુર કરાવ્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે તંત્રએ કઇ રીતે નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી થયો, તેને લઇને આગળની તપાસ હાથ ધરી છે.