હૈદરાબાદ: યુનિસેફે(યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ) ગુરૂવારે ચેતવણી આપી છે કે, બાંગ્લાદેશ અને ભારતના ભાગોમાં ઓછામાં ઓછા 19 મિલિયન બાળકોને ચક્રવાત અમ્ફાનના ભારે વરસાદથી જોખમ તોળાઈ રહ્યું છે.
બંને દેશોમાં વસતી માનવતાજાતિ પર ચક્રવાત અમ્ફાનની માઠી અસર પડી શકે છે. કામચલાઉ આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરનારા લોકો કોવિડ-19ના ફેલાવા માટે જવાબદાર બની શકે છે. આ બાબતે યુનિસેફ કાર્યવાહી કરી રહ્યું છે.
દક્ષિણ એશિયા યુનિસેફના પ્રાદેશિક નિયામક જીન ગોએ જણાવ્યું હતું કે, અમે આ વિકટ પરિસ્થિતિમાં જીણીવટપૂર્વક કાળજી રાખી રહ્યા છીએ. અસરગ્રસ્ત વિસ્તારોમાં બાળકો અને તેમના પરિવારોની સલામતી જરૂરી છે. કોવિડ-19 રોગચાળો વચ્ચે સત્તાધારીઓએ અર્જન્ટ રિસ્પોન્સ ફેક્ટરિંગની યોજના બનાવી છે.
તોફાનના વર્તમાન જોખમને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશમાં કોક્સબજારમાં 8,50,000 રોહિંગ્યા શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. ભારે પવન અને ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ દરમિયાન શરણાર્થી કેમ્પ અને બાંગ્લાદેશી સમુદાયોના ઘરો અને આશ્રયસ્થાનોને ભારે નુકસાન પહોંચી શકે છે. આ દરમિયામ કોરોના વાઈરસના સંક્રમણનું જોખમ વધે તેવી શક્યતા છે.
સમગ્ર વિસ્તારમાં યુનિસેફ, બાંગ્લાદેશ અને ભારત સરકાર સાથે મળીને કામ કરી રહ્યું છે. ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત બાળકો અને પરિવારો સુધી મદદ પહોંચાડવા માટેની કામગીરીમાં સહયોગ આપવા તૈયાર છે.