ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુપીમાં 18 આઈએએસ અને 19 પીસીએસ અધિકારીઓની નિમણુક

ઉત્તરપ્રદેશ કેડરની ભારતીય વહીવટી સેવાની વર્ષ 2019ની બેચના 18 તાલીમાર્થી અધિકારીઓને જિલ્લા તાલીમ માટે સહાયક મેજિસ્ટ્રેટ અને સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ETv Bharat
cm yogi adityanath

By

Published : May 2, 2020, 8:22 PM IST

લખનઉઃ ઉત્તરપ્રદેશ કેડરની ભારતીય વહીવટી સેવાની વર્ષ 2019ની બેચના 18 તાલીમાર્થી અધિકારીઓને જિલ્લા તાલીમ માટે સહાયક મેજિસ્ટ્રેટ અને સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ નવા પસંદ કરેલા અધિકારીઓ 8 મે 2020 ના રોજ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રસાદ પ્રબંધન એકેડમી મસૂરીથી છુટા થયા પછી સંબંધિત જિલ્લા અધિકારીઓને તાલીમ માટે પોતાનું યોગદાન આપશે.

નવા પસંદ થયેલા તાલીમાર્થી આઈ.એ.એસ. અધિકારી દિવ્યાંશુ પટેલને બારાબંકીથી, જુનીદ અહમદને બરેલીથી, ગુંજન દ્વિવેદીને બુલંદશહેરથી, દિક્ષા જૈનને મથુરાથી, અનુરાજ જૈનને ગોરખપુર, હિમાંશુ નાગપાલને સહરનપુરથી, અંકુર કૌશિકને આગ્રાથી, અમૃતગર કૌરઝિને હરદોઈથી, સૂરજ પટેલ બહરાઇચ, મનીષ મીના વારાણસી, પૂજા યાદવ કાનપુર નગર, અમિત કાલે આગ્રા, પ્રશાંત નગર અયોધ્યા, સુમિત યાદવ દેવરીયા, પ્રણતા એશ્વર્ય લખનૌ અને શ્રીમતી સાન્યા છાબરા બુલંદશહરમાં તહેનાત કરવામાં આવ્યા છે.


તે જ સમયે બે તાલીમાર્થી આઈએએસ અધિકારીઓ સૌરવ ગંગવાર અને જયંત કુમારની યુપીમાં બદલી કરવામાં આવી છે. શાહજહાંપુરના સહાયક મેજિસ્ટ્રેટ સૌરવ ગંગવારને સહાયક મેજીસ્ટ્રેટ તરીકે આગ્રા અને અયોધ્યામાંં નિયુક્ત કરવામાં આવ્યાં છે. જ્યારે જયંત કુમારને સહાયક કલેક્ટરના હોદ્દા પર કાનપુર નગર મોકલવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details