નવી દિલ્હીઃ ઉત્તર પશ્ચિમ દિલ્હીના નેતાજી સુભાષ પેલેસ વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી સાથે જાતીય શોષણનો મામલો સામે આવ્યો છે. આરોપી અને પીડિતા એક બીજાને પહેલેથી જ જાણતા હતા. દુષ્કર્મ બાદ આરોપી પીડિતાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલની બહાર ફેંકીને નાસી છૂટ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નેતાજી સુભાષ પેલેસ વિસ્તારમાં રહેતા એક આરોપીએ 2 દિવસ પહેલા ગુનો કર્યો હતો, જેની હવે ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હીઃ જાણીતા વ્યક્તિએ આચર્યું 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ, પીડિતાને હોસ્પિટલની બહાર ફેંકી - delhi latest news
ઉત્તર પશ્ચિમ દિલ્હીના નેતાજી સુભાષ પેલેસ વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી સાથે જાતીય શોષણનો મામલો સામે આવ્યો છે. આરોપી અને પીડિતા એક બીજાને પહેલેથી જ જાણતા હતા.
આરોપીએ બુધવારે યુવતીને મળવા બોલાવી હતી. પરંતુ યુવતીએ આવવાની ના પાડી હતી. આરોપી યુવતીના ઘરે ગયો હતો અને બળજબરીથી તેને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. બાદમાં આરોપીએ પીડિતાને હોસ્પિટલની બહાર ફેંકી દીધી હતી અને તે ભાગી ગયો હતો. જેની માહિતી હોસ્પિટલમાંથી પોલીસ અધિકારીઓને આપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે અમને પીડિતાના દુષ્કર્મ વિશે હોસ્પિટલમાંથી માહિતી મળી છે અને તેના ગુપ્ત અંગો ઘાયલ છે, પરંતુ હવે તેની સ્થિતિ સ્થિર છે.
પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ લગાવી ગુનો નોંધ્યો છે. સારવાર દરમિયાન, પીડિતાને પેટના નીચેના ભાગમાં આશરે અડધો ડઝન ટાંકા આવ્યા હતા અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આઉટર દિલ્હી વિસ્તારમાં પણ આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં આરોપીએ પહેલા 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પીડિતાને ઇજાગ્રસ્ત હાલતમાં છોડી દીધી હતી. માત્ર થોડા દિવસોમાં સગીર યુવતીઓ સાથે જાતીય શોષણનો આ બીજો કેસ છે. જે બાદ વિસ્તારના લોકો ચોંકી ઉઠ્યા છે અને પરેશાન છે.