હાપુડમા ચામરી ગામમાં શમીમ અને તેની પત્નિ રહે છે. તેણે વિચાર્યુ પણ નહીં હોય તેવી ઘટના તેની સાથે ઘટી છે. તે અંગે શમીમે જણાવ્યું કે વિજળી વિભાગે 1,28,45,95,444 રુપયા વિજળી બિલ ફટકાર્યુ છે. જેનાથી થોડીવાર માટે તો જોઈને હું પણ વ્યથીત થયો હતો. આ મામલે હું વિજળી વિભાગે ગયો હતો. પરંતુ, ત્યાં અધિકારીએ કહ્યું કે બિલ ભરો નહીંતર વિજળી મળશે નહીં.
અધધધ....આટલુ બધુ લાઈટ બીલ, વિજળી વિભાગે વૃદ્ધને 128 કરોડનું બિલ થમાવ્યું - elder
લખનઉ: ઉત્તર પ્રદેશના વિજળી વિભાગે હાપુડ જિલ્લામાં એક વૃદ્ધને જોરદાર ઝટકો આપ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઝટકો વિજળીનો નહીં પરંતુ વિજળીના બીલનો છે. જેમાં 70 વર્ષના વૃદ્ધ શમીમને વિજળી વિભાગે 1.28,45,95,444 રૂપિયાનું વિજળી બિલ ફટકાર્યુ છે. હકીકતમાં આ વૃદ્ધનું વિજળી બિલ માત્ર 2 વોટ જેટલુ આવે છે.
શમીમે જણાવ્યું કે, કોઇએ અમારુ સાંભળ્યું નહીં. અમે આ રકમ કેમ ચુકવીએ? અમે ફરિયાદ કરવા ગયા હતાં. પરંતુ, ત્યાંથી એવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો કે વિજળીના બિલની ભરપાઇ કરો તો જ વિજળી મળશે.
આ સમગ્ર મામલે શમીમે પત્રકારોને જણાવ્યું કે, તેનુ વિજળી બિલ મહીનાનું 700થી 800ની આસપાસ આવે છે. પરંતુ આ વખતે વિજળી વિભાગે પુરા શહેરનું બિલ ફટકારી દીધુ છે.
જ્યારે લખનઉમાં વિજળી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તેને આ કેસની કોઈ પણ જાણકારી નથી. જ્યારે તેને આ કેસનું કહેવામાં આવ્યુું ત્યારે તેને ટેક્નિકલ ખામી હોવાનું જણાવ્યું હતું. જેને સુધારી નાખવામાં આવશે. પરંતુ, ત્યાં સુધી શમીમ અને તેના પરિવારને અંધારામાં જ રહેવું પડશે.