મધ્યપ્રદેશનાં કોંગ્રેસ પ્રભારી દીપક બાવરિયાએ પક્ષનાં મહાસચિવ પદ પરથી રાજીનામું આપ્યુ છે. મધ્યપ્રદેશનાં મુખ્યપ્રધાન કમલનાથે રાહુલની આ ટકોરની સાચી ઠેરવી હતી. તેમણે એ પણ કહ્યુ હતું કે, ' મેં રાજીનામું આપવાની તૈયારી બતાવી હતી.' આ ઉપરાંત હરિયાણા મહિલા કોંગ્રેસની અધ્યક્ષ સુમિત્રા ચૌહાણ અને દિલ્હી, તેલગંણા સહિત અનેક રાજ્યના કોંગ્રેસ દિગ્ગજોએ રાજીનામા આપવાની શરુઆત કરી છે.
રાહુલની ટકોર બાદ કોંગ્રેસ નેતાઓની ખુલી આંખ, આપ્યા રાજીનામા - rahul gandhi
ન્યુઝ ડેસ્કઃ લોકસભામાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પણ અમુક નેતાઓને બાદ કરતાં કોઈએ આગળ આવી હારની જવાબદારી સ્વીકારી નહોતી. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ પર ટિપ્પણી કરી હતી. રાહુલે કહ્યુ હતું કે, હાર પછી કોઈ પણ મહાસચિવ, પ્રદેશ અધ્યક્ષ, કે મુખ્યપ્રધાને રાજીનામું આપવાની તૈયારી બતાવી નથી. આ ટકોર પછી કોંગ્રેસના નેતાઓએ રાજીનામા આપવાની શરુઆત કરી છે.
રાહુલની ટકોર પછી કોંગ્રેસ નેતાઓની ખુલી આંખ, હારની જવાબદારી સ્વીકારી રાજીનામા આપવાની શરુઆત
અત્યાર સુધીમાં 120 આગેવાનોએ પોતાના રાજીનામા ધરી દીધા છે. રાહુલ ગાંધીએ ફરી વખત પોતાના રાજીનામાંના નિર્ણય પર અડગ છે અને પોતાનું રાજીનામું પરત નહીં ખેંચે તેવું કહ્યુ હતું. આ વાતચીત રાહુલ અને યુથ કોંગ્રેસના નેતાઓ વચ્ચે થઈ હતી.
Last Updated : Jun 29, 2019, 1:02 AM IST