ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નમસ્તે ટ્રમ્પઃ ટ્રમ્પ સાથે 12 સભ્યોનું પ્રતિનિધિમંડળ ભારત આવશે - નમસ્તે ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્ર્મ્પ અને અમેરિકાની પ્રથમ મહિલા 24 ફેબ્રઆરીથી 2 દિવસ માટે ભારત પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેમની સાથે 12 સભ્યોનું પ્રતિનિધિમંડળ આવશે. શનિવારે અમેરિકાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

12-member-delegation-accompanying-us-president-trump-to-india-pursuant-to-namste-trump
નમસ્તે ટ્રમ્પઃ 12 સભ્યોનું પ્રતિનિધિમંડળ ભારત આવશે

By

Published : Feb 22, 2020, 1:54 PM IST

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બે દિવસ માટે ભારત પ્રવાસે આવશે. 24 અને 25 ફેબ્રઆરીએ ટ્રમ્પ ભારત પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન તેમની સાથે 12 સભ્યોનું પ્રતિનિઘિમંડળ પણ તેમની સાથે રહેશે. ટ્રમ્પ ભારત પ્રવાસને લઈને અતિ ઉત્સાહિત છે. આ પ્રવાસમાં તેમની સાથે તેમની પત્ની તથા તેમની દિકરી પણ તેમની સાથે આવશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્ર્મ્પના સ્વાગત કરવા માટે અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પને આશા છે કે, 1 કરોડ લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા આવશે.

ટ્રમ્પ સાથે આવશે 12 સભ્યોનું પ્રતિનિધિમંડળ

ડોનાલ્ટ ટ્રમ્પના ભારત પ્રવાસમાં તેમની સાથે તેમની પત્ની મિલેનિયા ટ્રમ્પ તથા તેમની દિકરી ઈંવાકા પણ તેમની સાથે આવશે. આ સાથે તેમની સાથે 12 સભ્યોનું પ્રતિનિધિમંડળ પણ આવશે.

આ પ્રતિનિધિમંડળમાં અમેરિકી રાજદુત કેનેથ જસ્ટર, વાણિજ્ય વિભાગના સચિવ વિલ્બર રોસ, ઉર્જા વિભાગના સચિવ ડેન બ્રોઈલેટ અને વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ મિક મુલનેવીનો પણ સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન મિલર, વ્હાઈટ હાઉસ સોશિયલ મીડિયા ચેનલના સચિવ ડેન સ્કાવિનો સમાવિષ્ટ છે. આ ઉપરાંત ટ્રમ્પની સાથે પ્રમુખ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન રાષ્ટ્રપ્રમુખના સહાયક અને રાષ્ટ્રપ્રમુખના જમાઈ જારેડ કુશનર પણ ભારત આવશે.

ABOUT THE AUTHOR

...view details