ગુજરાત

gujarat

ETV Bharat / bharat

11 કાશ્મીરી કેદીઓને આગ્રા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયા - કોરાના વાઇરસ

યુપીની આગ્રા સેન્ટ્રલ જેલમાં 85 કાશ્મીરી કેદીઓને કેદ કરવામાં આવ્યા હતા. આ કેદીઓમાંથી અગિયાર કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ જેલમાંથી અત્યાર સુધીમાં કુલ 29 કાશ્મીરી કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. હવે જેલમાં 56 કેદીઓ બંધ છે. આ તમામ કેદીઓને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આગ્રા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતા.

etv bharat
11 કાશ્મિરી કેદીઓને આગ્રા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયા

By

Published : Apr 25, 2020, 6:11 PM IST

આગ્રા: આગ્રા સેન્ટ્રલ જેલમાંથી વધુ અગિયાર કાશ્મીરી કેદીઓને મુક્ત કરાયા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા પછી, 85 કાશ્મીરી કેદીઓને ત્રણ વખત એરલિફ્ટ દ્વારા આગ્રા લાવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર સરકારે પીએસએ દ્વારા આ કેદીઓ પર કરવામાં આવતી કાર્યવાહીને રદ કરી દીધી છે. આને કારણે આ કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 29 કાશ્મીરી કેદીઓ છૂટા થયા છે.ત્યારે હવે જેલમાં 56 કેદીઓ બંધ છે.

આ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા

જીલ્લા બિજબેહરા નિવાસી બશીર અહેમદ મલિક

પુલવામાના મોહમ્મદ અશરફ શેખ

બારામુલ્લાનો સમીર અહેમદ ભટ્ટ ઉર્ફે મૌલવી

શ્રીનગરના તુફૈલ અહેમદ જલદાર

આબીદ રસીદ સોફી ઉર્ફે ઇબા

વસીમ આહમ્મદ મલ્લા

નજીર અહેમદ વાની

ઉમર ફારુખ ભાટ

લતીફ અહેમદ કાલુ

અબ્દુલ અહદ રેથર

કુપવાડાના પરવેઝ અહેમદ તંત્રેય

જમ્મુ કાશ્મીર સરકાર તરફથી આગરા સેન્ટ્રલ જેલને આ 11 કાશ્મીરી કેદીઓને મુકત કરવાના પરવાના મોકલવામાં આવ્યા હતા. આ તમામ સામે પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, જેને હવે રદ કરવામાં આવી છે.

અત્યાર સુધી 29 કેદીઓને મુકત કરવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરથી ત્રણ વખતમાં કેદીઓને આગ્રા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતા. લોકડાઉનને કારણે મુક્ત થયેલ કેદીઓ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આગ્રા સેન્ટ્રલ જેલમાંથી અલગ અલગ ત્રણ વારમાં અત્યાર સુધીમાં 29 કાશ્મીરી કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આગ્રા સેન્ટ્રલ જેલના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ વી.કે.સિંહે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ જેલમાંથી અગિયાર બીજા કાશ્મીરીકેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details