ઝારખંડઃ સાયબર ગુનેગારોએ પંજાબના સિનિયર પોલીસ અધિકારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પંજાબના વરિષ્ઠ અધિકારીએ આપેલી બાતમીને આધારે ગિરિડીહ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જેમાં 10 સાયબર ગુનેગારોની ધરપકડ કરી હતી.
આ પકડાયેલા ગુનેગારો ગાંડેય અને બેન્ગાબાદ તાલુકા વિસ્તારના છે. પોલીસને તેમની પાસેથી 23 મોબાઇલ ફોન, 25 સીમકાર્ડ અને 33 પાસબુક સહિત અન્ય વસ્તુઓ મળી આવી છે. આ માહિતી ગુરૂવારે સાયબર DSP સંદીપ સુમન દ્વારા આપવામાં આવી હતી.
જાણો શું છે સમગ્ર ઘટના
પંજાબના વરિષ્ઠ પોલીસ અધિકારીએ એક માહિતી આપી હતી. જેમાં તેમને જણાવ્યું કે, ગિરિડીહના સાયબર ગુનેગારો તેમની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે બાદ SP અમિત રેણુએ સુમન સમૃદ્ધિને આ મામલે સાયબર DSP સંદીપ સુમનને ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અમિત રેણુના સૂંચનો પર એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે બાંગાબાદ, ગાંડેય અને મુફાસિલ પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.