આ પહેલાં ધારાસભ્યોએ સ્પીકરને અલગ જૂથ બનાવવાનો પત્ર આપ્યો હતો. ત્યાર બાદ 10 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઇ ગયા.
ગોવાના ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોએ કહ્યું, 'કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના 2/3 ધારાસભ્યો હવે ભાજપનો ભાગ છે. આ ધારાસભ્યોની આગેવાની બાબુ કાવેલેકર (ચંદ્રકાંત કાવેલેકર) દ્વારા કરવામાં આવી છે. કાવેલકર આ પહેલા વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.'
ચંદ્રકાંત કાવેલેકરે ભાજપમાં સામેલ થયા બાદ કહ્યું કે,'10 ધારાસભ્યો સાથે હું પણ ભાજપમાં જોડાયો છું, કારણ કે ગોવાના મુખ્યપ્રધાન સારું કામ કરી રહ્યા છે. હું વિપક્ષનો નેતા હતો અને ત્યાર બાદ અમારા કાર્યક્ષેત્રમાં વિકાસના કાર્યો થયા નથી. સૌથી મોટી રાજકીય પાર્ટી હોવા છતા પણ અમે સરકાર ન બનાવી શક્યા. '
નોંધનીય છે કે, કર્ણાટકમાં સરકારનું જોખમ વધી રહ્યું છે. કર્ણાટકમાં અત્યાર સુધી કોંગ્રેસના 13 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. 224 વિધાનસભાની બેઠકો ધરાવતી કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધન કરીને 105 સુધીનું સંખ્યાબળ થઇ ગયું હતું. પરંતુ 13 ધારાસભ્યોના રાજીનામા બાદ આ સમીકરણો બદલાયા છે.