ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પરત નહીં ચૂકવાયેલાં લેણાં માટે શ્રેષ્ઠ ઉપાય આવશ્યક

કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને તાજેતરમાં પોતાના બજેટ વક્તવ્યમાં જાહેર કર્યું હતું કે ખાનગી ક્ષેત્રની બે બેન્કોનું ટૂંક સમયમાં જ ખાનગીકરણ કરાશે. તેમના નિવેદનને પગલે એવી અફવાઓએ જોર પકડ્યું કે બેન્કિંગ ક્ષેત્રના રાષ્ટ્રીયકરણના પાંચ દાયકા બાદ બેન્કિંગ મેનેજમેન્ટમાં દેશ નવો વળાંક લઈ રહ્યો છે.

નાણાં
નાણાં

By

Published : Mar 8, 2021, 4:56 PM IST

નાણાં વિભાગના રાજ્ય કક્ષાના કેન્દ્રિય પ્રધાને સૂચિત ખાનગીકરણ માટે બેન્કોની યાદી અંગેના અહેવાલોને ખોટા ગણાવ્યા છે. બીજી તરફ, એવાં મજબૂત સંકેતો મળી રહ્યા છે કે આ વર્ષે બેન્કોનું ખાનગીકરણ શક્ય બને તે માટે કોઈ પણ ભોગે બે કાયદાઓ સુધારવામાં આવશે.

કેન્દ્રિય પ્રધાનોની દલીલ છે કે પરત નહીં મળેલાં લેણાં એટલે કે નોન-પર્ફોર્મિંગ એસેટ્સનું પ્રમાણ વધતું જતું હોવાથી એનપીએનો માર ઝીલી રહેલી બેન્કોમાં મૂડી રોકાણનો આશરો લેવાને બદલે લોકો માટે માળખાકીય સવલતો વિકસાવવામાં નાણાં ખર્ચવા વધુ સારાં. આ દલીલ સરકારનો અભિગમ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત કરે છે.

જોકે, યસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેન્ક અને અન્ય બેન્કોને પડેલો ફટકો એ પણ દર્શાવે છે કે ખાનગી બેન્કો એનપીએની વ્યાધિથી બાકાત રહી શકતી નથી. સત્તાવાર આંકડા મુજબ આઈડીબીઆઈ સહિતની 19 જેટલી ખાનગી બેન્કોની કુલ એનપીએ આશરે રૂા. બે લાખ કરોડ છે.

એનપીએના દૂષણ સામે ખાનગી બેન્કોની પ્રભાવક્ષમતાની નોંધ લેતાં ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસીએશન (એઆઈબીઈએ)એ ખાનગીકરણનો વિકલ્પ અપનાવવાને બદલે મોટા ડિફોલ્ટર્સ પાસેથી પરત નહીં મળેલાં લેણાંની રિકવરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સરકારને વિનંતી કરી છે. થોડા સમય અગાઉ નાણાં મંત્રાલયે સંસદના ગૃહમાંથી જાહેર કર્યું હતું કે તે ચાર વર્ષના ગાળામાં પરત નહીં મળેલાં રૂા. 2.33 લાખ કરોડનાં લેણાં રિકવર કરશે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન દુવ્વુરી સુબ્બા રાવે નોન પર્ફોર્મિંગ એસેટ્સના અસરકારક સંચાલન માટે મલેશિયાની ધન હરતાની જેમ બેડ બેન્ક ઓફ ઈન્ડિયાની રચના કરવાનું સૂચવ્યું છે. તમામ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ કોઈ એક સંસ્થાને ટ્રાન્સફર થાય તે મહત્ત્વનું છે, જેથી તેનું યોગ્ય રીતે સંચાલન કરી શકાય. તે જ રીતે, નોન-પર્ફોર્મિંગ એસેટ્સ સર્જાય તે પરિસ્થિતિ સુધારવાની પણ એટલી જ જરૂરી છે. ડિફોલ્ટ્સ અટકાવવાનાં પગલાંના ભાગરૂપે આરબીઆઈએ ડિફોલ્ટર્સના ફોટોગ્રાફ્સ જાહેર કરવાનું જણાવ્યું હતું. બેન્કિંગ નિયામકનો આ આદેશ ભાગ્યે જ અમલમાં મૂકાયો છે.

આપણા દેશમાં બેન્કિંગ કટોકટીનું મુખ્ય કારણ એ છે કે અંદરના વિશ્વાસઘાતીઓ નાણાંકીય ગુનેગારો લોન પરત કરવા સક્ષમ નહીં હોવાનું જાણતા હોવા છતાં અને લોન પરત નહીં કરવાનો ઈરાદો ધરાવતા હોવાનું જાણતા હોવા છતાં તેમને લોન મંજૂર કરે છે. આરબીઆઈએ જણાવ્યું છે કે બેન્કના સ્ટાફની શિથિલતાને કારણે દર ચાર કલાકે એક બેન્કિંગ છેતરપિંડી થઈ રહી છે. જોકે, પરિસ્થિતિને સુધારવા માટે તે ઘણું ઓછું છે. તેમણે જવાબદારીથી અક્ષમ્ય રીતે હાથ ધોઈ નાંખ્યા છે.

કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને રિઝર્વ બેન્કે સાથે મળીને લોન મંજૂર કરવાની માર્ગદર્શિકાને સમીક્ષા કરવી જોઈએ અને તે માટે આવશ્યક સુધારાનાં પગલાં લેવાં જોઈએ. આ કામ તાત્કાલિક ધોરણે થવું જોઈએ.

લગભગ દોઢેક વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોને મર્જરો દ્વારા તર્કસંગત બનાવી, જેના પગલે બેન્કોની સંખ્યા 27માંથી ઘટીને 12 થઈ. આ બેન્કો લોકોના કરોડો રૂપિયાના નાણાં માટે સલામત સ્થાન બની છે. આ બેન્કો અંગે નિર્ણયો લેતી વખતે કેન્દ્ર સરકારે સાવચેતી દાખવવી જોઈએ. જ્યાં સુધી દેશની અર્થવ્યવસ્થાને લાગે વળગે છે, બેન્કિંગ એક અત્યંત મહત્ત્વનું વ્યૂહાત્મક ક્ષેત્ર છે. લાંબા ગાળાનાં જાહેર હિતોને ધ્યાનમાં રાખીને તેને વધુ સારું બનાવવા માટેનાં તેમજ તેના વિકાસ માટેનાં પગલાંનું વ્યૂહાત્મક રીતે આયોજન કરવું જોઈએ.

આ પણ વાંચો: જળસંચય માટે ભારતમાં જરૂરી છે જન આંદોલન

ABOUT THE AUTHOR

...view details