ફરીદાબાદઃઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકે ઓળખાતા ફરીદાબાદના એક ઓટો ડ્રાઈવરે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે એક અલગ જ અભિયાન શરૂ(Launch a campaign to keep environment clean) કર્યું છે. ઓટો ડ્રાઈવરે તેની ઓટોની અંદર વૃક્ષારોપણ કર્યું(Small plants planted in rickshaws) છે. આ ઓટોની અંદર વિવિધ પ્રકારના છોડ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત લીલા ઘાસનું વાવેતર કરીને ઓટોને બગીચાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ઓટો વડે તે દિવસભર મુસાફરોનું વહન કરે છે. શરૂઆતમાં લોકોને આ ઓટો અજીબોગરીબ લાગી હતી, પરંતુ હવે મુસાફરોને તે ખૂબ જ પસંદ આવી રહી છે, લોકો ઓટો ડ્રાઈવરના પર્યાવરણ પ્રત્યેના પ્રેમ અને જુસ્સાના વખાણ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો - મધ્યપ્રદેશમાં છે અનોખુ પ્રાણી સંગ્રહાલય, 30 પ્રજાતિના 300થી વધુ દુર્લભ પક્ષીઓના આપવામાં આવ્યા છે અનોખા નામ
ઓટોને ફેરવી બગીચામાં - ઓટો ચાલક દ્વારા ઓટોની અંદર નાના કદના છોડ લગાવવામાં આવ્યા છે જેથી ઓટો ચલાવવામાં કોઈ મુશ્કેલી ન પડે. ઓટોની ચારે બાજુ ઘાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ઘાસ કૃત્રિમ હોઈ શકે છે પરંતુ તેની અંદરના છોડ મૂળ છે. એટલું જ નહીં આ ઓટોમાં સનરૂફ પણ બનાવવામાં આવ્યું છે. ઓટોમાં ચાર પંખા લગાવવામાં આવ્યા છે જેથી ઓટોમાં બેઠેલા મુસાફરોને નવો લુક અને લીલોતરી તેમજ ઠંડી હવા મળી શકે.