ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Atiq Murder Case : અતીકની હત્યા કરનાર શૂટર લવલેશની માતાએ કહ્યું ખોટા મિત્રોની સંગતે મારા પુત્રને બગાડ્યો

પ્રયાગરાજમાં શનિવારે મોડી રાત્રે માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી છે. તેમાંથી એક બાંદાનો રહેવાસી છે.

Atiq Murder Case : અતીકની હત્યા કરનાર શૂટર લવલેશની માતાએ કહ્યું ખોટા મિત્રોની સંગતે મારા પુત્રને બગાડ્યો
Atiq Murder Case : અતીકની હત્યા કરનાર શૂટર લવલેશની માતાએ કહ્યું ખોટા મિત્રોની સંગતે મારા પુત્રને બગાડ્યો

By

Published : Apr 16, 2023, 2:45 PM IST

ઉત્તર પ્રદેશ :પ્રયાગરાજમાં શનિવારે રાત્રે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ત્રણ શૂટરોની ધરપકડ કરી છે. આ શૂટરોમાંથી એક બાંદાનો રહેવાસી છે. તેનું નામ લવલેશ છે. આ ઘટનામાં તેનું નામ સામે આવતા સમગ્ર પરિવાર શોકમાં છે. પડોશીઓ પણ આશ્ચર્યચકિત છે. લોકો માની શકતા નથી કે, લવલેશ જે અહીં આવીને તેમની સાથે સારી રીતે વાતચીત કરતો હતો તેણે આટલો મોટો હત્યાકાંડ અંજામ આપ્યો છે. ETV Bharatની ટીમે શૂટર લવલેશની માતા સાથે વાત કરી હતી.

આ પણ વાંચો :Atiq Ashraf murder case : અતિક અને અશરફ આ રાજ્યના દાણચોરોનો કરવાના હતા પર્દાફાષ, તો શું તેમને કરાવી છે હત્યા?

અન્ય લોકોના પ્રભાવ હેઠળ આ કૃત્ય કર્યું છે :લવલેશની માતા આશા તિવારીએ જણાવ્યું હતું કે, લવલેશ એક અઠવાડિયા પહેલા ઘરે આવ્યો હતો. મેં તેની સાથે વાત કરી હતી. તે પછી તે ચાલ્યો ગયો હતો. તેનો ફોન પણ બંધ હતો. અમે વિશ્વાસ નથી કરી શકતા કે તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે. તે બજરંગ બલીનો ભક્ત હતો, લોકોની મદદ પણ કરતો હતો. માતાએ જણાવ્યું હતું કે, તે છોકરીને થપ્પડ મારવા બદલ જેલ પણ ગયો હતો. તેણે અન્ય લોકોના પ્રભાવ હેઠળ આ કૃત્ય કર્યું છે.

આ પણ વાંચો :Atiq Ahmed Murder: માફિયા અતીક અને અશરફની હત્યાનો આરોપી 15 વર્ષથી નથી ગયો તેના ઘરે

લવલેશની માતાએ શું કહ્યું :લવલેશની માતાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર લોકોની મદદ કરતો હતો. કોઈના ગેરમાર્ગે દોરાઈને જ તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે. સવારે ટીવી પર જોયું તો ખબર પડી કે આ ઘટના લવલેશે જ કરી છે. આશા તિવારીએ જણાવ્યું હતું કે, તેમને 4 પુત્રો છે. મોટા પુત્રનું નામ રોહિત છે. તે સાધુ બની ગયો છે. બીજો પુત્ર મોહિત તે તેની પત્ની સાથે બહાર રહે છે. લવલેશ તેનો ત્રીજો પુત્ર છે. સૌથી નાનો પુત્ર વેદ તિવારી અભ્યાસ કરે છે. ખોટી સંગતના કારણે લવલેશ બગડ્યો હતો. અમારે તેની સાથે વધારે કાઈ લેવા દેવા નોતા.

ABOUT THE AUTHOR

...view details