મેષઃ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમ્યાન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. નાણાંની લેવડદેવડ કે આર્થિક વહેવાર ન કરવાની સલાહ છે. શારીરિક અને માનસિક બેચેનીનો અનુભવ કરશો. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. વિદેશ વસતા સ્નેહીજનના સારા સમાચાર મળે.
વૃષભઃ વેપારમાં વૃદ્ધિ થવા સાથે વેપાર અંગેના સોદાઓ લાભદાયી નીવડશે. આવકના સાધનોમાં વધારો થાય. વડીલો તેમજ મિત્રવર્તુળથી લાભ અને સુખદ ક્ષણોનો અનુભવ મળશે. દાંપત્યજીવનમાં સંતોષ અને આનંદ રહે. પર્યટનનું આયોજન થશે. મહિલા વર્ગ તરફથી લાભ અને માનસન્માન પ્રાપ્ત થાય. લગ્નયોગ છે. સંતાનોના શુભ સમાચાર મળે.
મિથુનઃશારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્યવસાયમાં આપની મહેનતનું વળતર મળતું જણાય. અધિકારીવર્ગના પ્રોત્સાહનથી આપનો ઉત્સાહ વધશે. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે. કૌટુંબિક માહોલ આનંદમય રહેશે. પિતાથી લાભ થાય. સરકારી કાર્યો પૂર્ણ થવામાં સરળતા રહેશે. દાંપત્યજીવનમાં સુખ અને આનંદ અનુભવશો.
કર્કઃ આજે આપની ભાગ્યવૃદ્ધિ સાથે આકસ્મિક ધનલાભ થશે. વિદેશ જવા ઇચ્છનારના પ્રયાસો સફળ બનશે, તેમજ વિદેશથી સારા સમાચાર આવે. ધાર્મિક કાર્યો કે યાત્રા પાછળ ધનખર્ચ થાય. કુટુંબીજનો અને સહોદરો સાથે સુખમય દિવસ પસાર થાય. નોકરિયાતોને પણ લાભ મળશે.
સિંહઃ આજે આપે આરોગ્યની વિશેષ સંભાળ લેવાની રહેશે. તબિયત પાછળ ધનખર્ચ થવાની સંભાવના છે. નિષેધાત્મક વિચારો આપને ગેરમાર્ગે ન દોરે તેની કાળજી લેવાની સલાહ છે. પરિવારના સભ્યો સાથે શાંતિ અને ધીરજપૂર્ણ વર્તન કરવું અને દરેકને આદર આપવો તેમજ તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. અનૈતિક કાર્યથી દૂર રહેવાની સલાહ છે. ઇષ્ટદેવનું નામસ્મરણ અને આધ્યાત્મિક વિચારો આપને સાચું માર્ગદર્શન કરશે.
કન્યાઃદાંપત્યજીવનની સુખદ ક્ષણોનો અનુભવ કરશો. સામાજિક અને જાહેર ક્ષેત્રમાં આપ ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવશો. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. વસ્ત્રાભૂષણો અને વાહનની ખરીદી થાય. વિજાતીય પાત્રો સાથેનો પરિચય પ્રણયમાં પરિણમે. વેપારમાં ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. ધનલાભ થાય.
તુલાઃ સામાન્ય રીતે આજે તંદુરસ્તી સારી રહેશે અને બીમાર વ્યક્તિને પણ તબિયતમાં સુધારો થતો જણાશે. ઘરમાં સુખ શાંતિના વાતાવરણમાં આપ સમય વીતાવશો. કાર્યમાં સફળતા અને યશ મળતાં ઉત્સાહ વધશે. નોકરીમાં લાભદાયક સમાચાર મળે અને સહકર્મચારીઓનો સાથ મળે. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓનો પરાજય થશે.
વૃશ્ચિકઃ આજે આપના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આપનું શારીરિક તેમજ માનસિક આરોગ્ય પણ સારું રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સારો સાથ સહકાર મેળવી શકશો. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાંકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.
ધનઃઆપને યાત્રા- પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આજે પેટને લગતી બીમારીઓની સમસ્યા ઉભી થઈ શકે છે માટે ભોજનમાં અતિશયોક્તિ ટાળવી. સંતાનોના આરોગ્ય કે અભ્યાસ વિશેની બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. કાર્ય સફળતા ઓછી મળે તો પણ નિરાશ થયા વગર પ્રયત્નો ચાલુ રાખવાની સલાહ છે. ગુસ્સાની લાગણી પર કાબુ રાખવો. કલ્પનાના તરંગો મનમાં ઉઠે. સાહિત્ય, કલા પરત્વે આજે રૂચિ રહે. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો માણી શકશો. પ્રણય પ્રસંગો સર્જાય. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.
મકરઃઆજના દિવસ દરમ્યાન આપ આપની મનોસ્થિતિ અને શારીરિક સ્વસ્થતા બહુ સારી ન હોય. પરિવારમાં કલેશનું વાતાવરણ ટાળવાનો અને વધુ સૌહાર્દ જળવાઈ રહે તેવો પ્રયાસ કરજો. શરીરમાં સ્ફૂર્તિ કે તાજગી અપેક્ષા કરતા ઓછી રહે. આપ્તજનો સાથે મનદુ:ખના પ્રસંગો ટાળવા માટે નમતું જોખવાની નીતિ રાખવી. આરોગ્ય બાબતે ખાસ કરીને છાતીના દર્દોમાં સાચવવું. સુખપૂર્વક નિદ્રા ના માણી શકો તેવી પણ શક્યતા રહે. જાહેરમાં માનભંગ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. સ્ત્રી સાથે વર્તનમાં સંભાળવું તેમજ પાણી સામે જોખમથી સંભાળવું. માનસિક ઉદ્વેગ અને પ્રતિકૂળતાઓમાં વધારો થવાથી સતત બેચેનીમાં આપનો દિવસ પસાર થાય.
કુંભઃ આજે આપ માનસિક રીતે ઘણી હળવાશ અનુભવશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપના ઉત્સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજન હાથ ધરશો. તેમની સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ચિત્તમાં પ્રસન્નતા રહે. મિત્રો- સ્વજનો સાથે મુલાકાત થાય. નાનકડો પ્રવાસ પણ થઇ શકે. હરીફો સામે વિજય મળે. ભાગ્યવૃદ્ધિ થાય. પ્રિયતમાના સંગાથથી આનંદ અનુભવશો.
મીનઃ આનંદ ઉત્સાહ ભર્યો દિવસ રહે. કુટુંબમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહે. ઘરમાં કોઇ માંગલિક પ્રસંગનું આયોજન થાય. નવા કાર્યનો આરંભ કરવા માટે શુભ દિવસ છે. સગાં સ્નેહીઓ અને મિત્રો સાથે મિલન મુલાકાત થાય. તેમની સાથે બહાર ભોજન લેવાનો કે ફરવા જવાનો પ્રસંગ ઉભો થાય. પ્રવાસ યાત્રા શક્ય બને. ધન લાભ થાય. તન મનથી પ્રફુલ્લિત રહેશો. આશીર્વાદી આપની સાથે છે.