મેષ:આજે આપના તન અને મનનું સ્વાસ્થ્ય મધ્યમ રહે. નાણાં ખર્ચની ચિંતાથી આપનું મન વ્યગ્ર રહેશે. કોઇ સાથે મનદુ:ખ કે બોલાચાલી ન થાય તે માટે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. બહારનું ભોજન લેવાનું શક્ય એટલું ટાળવું. આજે સ્ત્રીઓ સાથેનો વ્યવહાર વધુ રહે. ઓફિસમાં પણ સ્ત્રી કર્મચારીઓથી આપને લાભ થાય. મનની ઉદાસીનતા આપનામાં નકારાત્મક વિચારો પેદા ન કરે તેનું ધ્યાન રાખવું. આર્થિક દૃષ્ટિએ મધ્યમ દિવસ રહે.
વૃષભ:આજે આપ તન અને મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. પરિણામે ઉત્સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. કામ અંગે વિચારોમાં દૃઢતા હશે. આજે સર્જનાત્મક અને કલાત્મક ખૂબીઓ ખૂબ સારી રીતે પ્રદર્શિત કરી શકશો. ધનલાભની શક્યતા જણાય છે. નાણાકીય બાબતોનું સુપેરે ઓયોજન કરી શકશો. પરિવારજનો તેમજ જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર કરી શકશો. આજે આપ પોતાને આત્મવિશ્વાસથી છલકતા અનુભવો.
મિથુન:આજનો દિવસ સંપૂર્ણપણે આપની તરફેણમાં ના હોવાથી દરેક વાતમાં સાવધાની રાખવી જરૂરી છે. કુટુંબના સભ્યો અને પુત્ર સાથે કોઇક કારણે અણબનાવ ટાળવા માટે દરેક સાથે ધીરજથી અને નિષ્પક્ષ રીતે વર્તન કરવું અને દરેકને પોતાની વાત શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરવો. મનમાં ઉગ્રતા અને આવેગ આવે તો તેને બહાર દેખાવાના બદલે દબાવવાનો પ્રયાસ કરવો. શરીર સ્વાસ્થ્યમાં વિશેષ કરીને આંખોમાં પીડા હોય તેમણે સાચવવું. આપની વાણી અને વ્યવહાર કોઇ સાથે ગેરસમજ ઉભી ન કરે તે જોવું. અકસ્માતથી સંભાળવું. વધુ પડતો ખર્ચ થાય. માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવામાં જ આપની ભલાઇ છે.
કર્ક:આપનો આજનો દિવસ ઉત્સાહ અને આનંદમાં પસાર થશે. આપના વેપાર ધંધામાં ફાયદો થાય. આવકના સ્ત્રોતો વધે. ધનલાભ થાય. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આનંદ અનુભવો. સ્ત્રી મિત્રો, પ્રિયતમાથી લાભ થાય. લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે લગ્નના યોગ સંભવે. શારીરિક- માનસિક આરોગ્ય સારું રહે. દોસ્તોની સંગાથે સુંદર મનોહર પર્યટન સ્થળની મુલાકાત થાય. પત્ની અને પુત્ર દ્વારા સુખશાંતિ મળે. નાણાકીય આયોજનો સારી રીતે કરી શકો.
સિંહ:આજે આપનામાં દૃઢ મનોબળ અને ભરપૂર આત્મવિશ્વાસ હોવાથી દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. વ્યવસાય ક્ષેત્રે પણ આપની બુદ્ધિ- પ્રતિભાની કદર થાય અને પદોન્નતિના સંજોગો ઉભા થાય. ઉપરી અધિકારીઓ પણ આપની કામગીરીથી ખુશ હશે. આપના કાર્યક્ષેત્રે આપનું વર્ચસ્વ વધે. પિતા તરફથી અથવા તેમની સંપત્તિથી લાભ મળે. કલાકારો અને રમતવીરો પણ પોતાની પ્રતિભા દેખાડી શકે. સરકાર સાથેનો નાણાકીય વ્યવહાર સફળ રહે. જમીન મકાનના દસ્તાવેજો કરવા માટે સારો સમય છે.
કન્યા:આજનો દિવસ એકંદરે સારો જાય. ધાર્મિક કાર્યો અને પ્રવાસ ધાર્મિક પ્રવાસ થવાની શક્યતા છે. મિત્રો સગાંસંબંધીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. સ્ત્રી મિત્રોથી લાભ થાય. વિદેશ જવા ઇચ્છતા લોકોને અનુકૂળ સંજોગો ઉભા થાય. પરદેશથી સ્નેહીજનોના સમાચાર મળવાથી આનંદ થાય. આર્થિક લાભ અને ભાઇબહેનોથી લાભ થાય.