મેષ: આજનો દિવસ આપના માટે શુભ નીવડશે. આજે પરિવારના સભ્યો, મિત્રો કે સ્નેહીઓ સાથે સ્નેહમિલન સમારંભમાં જવાનું મળે અને ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. કાર્યની નવી શરૂઆત કરવા માટે ઉત્સાહ અનુભવાય. તન-મનની સ્વસ્થતા જળવાશે. પરંતુ અતિ ઉત્સાહ આપને હાનિ ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું. ધનપ્રાપ્તિના યોગ હોવાનો સંકેત મળી રહ્યા છે.
વૃષભ: આજે આપનો દિવસ શારીરિક અને માનસિક આંશિક બેચેનીભર્યો હશે. વિવિધ ચિંતાઓનું ભારણ તમને પરેશાન કરી શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી ચિંતાથી દૂર રહેવું. આજે આપના ઘરનું વાતાવરણ પણ સહેજ કલુશિત રહે અને કુટુંબના સભ્યો સાથે વાત કરવામાં તમારે વધુ સાવચેતી રાખવી પડે. ખર્ચની બાબતમાં પણ પૂર્વાયોજન સાથે આગળ વધવાની સલાહ છે. મહેનત પ્રમાણે સફળતા ઓછી મળ તો નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખવા. માનસિગ ગડમથલની શક્યતા હોવાથી અત્યારે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો.
મિથુન: આપનો આજનો દિવસ વિવિધ લાભોની પ્રાપ્તિ કરાવનાર નીવડે. પરિવારમાં પુત્રો અને પત્ની તરફથી લાભદાયક સમાચાર મળે. મિત્રો સાથેના મિલન મુલાકાત આપને આનંદ આપશે. વેપારી વર્ગને આવકમાં વૃદ્ધિ થાય. નોકરીમાં ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે. લગ્નોત્સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. સ્ત્રી મિત્રો તરફથી લાભ મળે. આનંદદાયક પ્રવાસનું આયોજન થાય. આરોગ્ય સારું રહે.
કર્ક: આજનો દિવસ નોકરી- વ્યવસાય કરનારાઓ માટે ખૂબ લાભકારક છે. નોકરિયાતો માટે ઉચ્ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે. તેમનું વર્ચસ્વ વધે. પદોન્નતિ થવાની શક્યતા છે. પરિવારજનો સાથે અગત્યની બાબતો વિશે ચર્ચા થાય. માતાનું આરોગ્ય સારું રહે. ધન- માન- સન્માનના હકદાર બનો. ઘરને નવું સ્વરૂપ આપવા માટે તેની સજાવટમાં ફેરબદલી કરો. કાર્યબોજના લીધે થોડાક થાક અનુભવશો. પરંતુ સામાન્ય રીતે આરોગ્ય સારું રહેશે. ગૃહસ્થ જીવન આનંદપૂર્ણ રહેશે.
સિંહ: આજનો દિવસ આપ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પસાર કરશો. સ્નેહીજનો જોડે કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું પણ સંભવિત બને. મનમાં એક કાર્ય કરવાનું ધારીને એ તરફ પ્રયત્ન કરશો. આજે આપનું વલણ ન્યાયપ્રિય રહે. ગુસ્સા પર કાબૂ રાખવો. વ્યવસાયમાં હરીફો અથવા બજારની સ્પર્ધાના કારણે થોડી તકલીફ નડવાની શક્યતા છે. ઉપલા વર્ગના અધિકારીઓની નારાજગીનો ભોગ ના બનવું હોય તો વર્તનમાં વિનમ્રતા રાખવી. આરોગ્ય મધ્યમ રહે. મન અશાંત રહે.
કન્યા: આજે કોઈ મોટા નવા કાર્યનો આરંભ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. ક્રોધ પર અને વાણી પર સંયમ રાખવો જરૂરી રહેશે. બહારના ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળજો. પરિવારજનો સાથે વર્તન અને વાતચીતમાં વધુ સૌમ્ય બનજો. વધારે ધન ખર્ચથી બચવાની સલાહ છે. જળાશયોથી દૂર રહેવું. સરકાર વિરોધી પ્રવૃત્તિઓ આપને મુશ્કેલીમાં મુકી શકે છે માટે તેનાથી દૂર રહેવું.