મેષ: આપનું શારિરીક માનસિક સ્વાસ્થ્ય જળવાશે. આજે આપ પરિવારજનો સાથે સ્વાદિષ્ટ ભોજન અને આનંદ માણી શકશો. આર્થિક બાબતોનું વ્યવસ્થિત આયોજન કરી શકશો. આપની આવકમાં વધારો થઇ શકશે. કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવાનો મોકો મળશે,અને તેમની કલાની કદર થશે. આપે નકારાત્મકતાથી દૂર રહેવું જોઇએ.
વૃષભ: આજે આપનો દિવસ સ્ફૂર્તિ અને ઉત્સાહથી ભરપૂર રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે અને આપ આનંદ અનુભવી શકશો. મિત્રો અને સગા સંબંધીઓ તરફથી ભેટ સૌગાદો મેળવી શકશો. આપનો દિવસ પ્રવાસ અને સ્વાદિષ્ટ ભોજનથી વધુ સારો બનશે. આપને નાણાંકીય લાભ થઇ શકે. આપ ઘણું સારું દાંપત્યજીવન પણ માણી શકશો.
મિથુન: આજે સંયમિત વર્તન આપને ઘણી તકલીફોમાંથી ઉગારી લેશે,એમ જણાઈ રહ્યું છે. આપના વર્તનને કારણે કોઈની સાથે ગેરસમજ થઈ હોય તો હવે સમાધાન લાવી શકો છો. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મેડિટેશન અને કસરત કરવાની સલાહ છે. પરિવારનું વાતાવરણ ખુશહાલ બનાવવા માટે સહકારની ભાવના વધારવી અને દરેકની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. ખર્ચમાં વધારો થાય પરંતુ સારા કામ માટે ખર્ચ થશે તેથી મનમાં દુઃખ નહીં હોય. ધાર્મિક પ્રવૃત્તિઓને કારણે માનસિક શાંતિની અનુભૂતિ થશે.
કર્ક: આપને અચાનક ધનલાભ થઇ શકે તેમજ મિત્રો, સગાઓ અને સ્નેહીજનો સાથે આપનો દિવસ આનંદ અને રોમાંચથી ભરપૂર બની રહેશે તેમ જણાઈ રહ્યું છે. આપની આવકમાં વધારો થઇ શકશે. વેપારીઓ ધંધામાં લાભકારક લેવડદેવડ અને સોદા કરી શકશે. પુત્ર અને પત્નીથી પણ ફાયદો થઇ શકે. પ્રવાસના યોગ છે. લગ્નોત્સુક પાત્રોના લગ્ન થઇ શકશે. સ્વાદિષ્ટ ભોજન અને સાંસારિક સુખ માણી શકશો.
સિંહ: આપના કાર્યોમાં વિલંબ થશે છતાં કામ સફળતાથી પાર પડશે. ઘરમાં અને ઓફિસમાં જવાબદારી વધી જશે. જીવન વધુ ગંભીર બનતું જણાશે. નવા સંબંધો કે કાર્યો અંગે મહત્વના નિર્ણયો હમણાં ન લેશો. પિતા સાથે મતભેદ થઇ શકે. સારા પ્રસંગના આયોજન માટે પણ સમય અનુકૂળ જણાતો નથી.
કન્યા: આપને શારીરિક સુસ્તી અને માનસિક કંટાળો દૂર કરીને નવા ઉત્સાહ અને ઉર્જા સાથે આગળ વધવાની સલાહ છે. સંતાનોને પોતાની વાત મનાવવા માટે આદેશના બદલે સમજાવટનો માર્ગ અપનાવજો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ પણ સૌમ્ય વર્તન અને વાણી સાથે સહકારપૂર્વક આગળ વધવું. રાજકીય બાબતોમાં કોઇ સમસ્યાઓથી બચવા માટે ખોટા કાર્યોથી દૂર રહેવું. ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થઇ શકે. સહોદરો દ્વારા લાભ થવાની પણ શક્યતા છે.