- અખિલ ગોગોઇએ આસામમાં સૌપ્રથમવાર જેલમાંથી ચૂંટણી જંગ જીતીને ઈતિહાસ સર્જ્યો
- અખિલ ગોગોઇએ જેલમાંથી આસામની દિસપુર બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું
- NIAએ માઓવાદીઓ સાથેના કથિત જોડાણોને કારણે કેસ સંદર્ભે અખિલ ગોગોઇની કસ્ટડી લીધી
ગુવાહાટી : અખિલ ગોગોઇએ જેલમાંથી આસામની દિસપુર બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું. જેલમાં કેદ RTI એક્ટિવિસ્ટ અને અગ્રણી ખેડૂત નેતા અખિલ ગોગોઇએ આસામમાં સૌપ્રથમવાર જેલમાંથી ચૂંટણી જંગ જીતીને રવિવારે ઈતિહાસ સર્જ્યો છે, એટલું જ નહીં, પરંતુ ભાજપના ઉમેદવાર સુરભી રાજકુંવરી, જેમના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સામેલ થયા હતા, તેમને પરાજીત કરીને સહુને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
આ પણ વાંચો - પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, જાણો ક્યાં કેટલું મતદાન?
ગોગોઈએ ભાજપના ઉમેદવાર સુરભી રાજકુંવરીને મોટા માર્જિનથી હંફાવ્યા
ગોગોઈએ ભાજપના ઉમેદવાર સુરભી રાજકુંવરીને મોટા માર્જિનથી હંફાવ્યા હતા, એટલું જ નહીં, પરંતુ અત્યાર સુધી આ બેઠક ઉપર કબ્જો ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર સુભ્રામિત્ર ગોગોઈને પણ પરાજિત કર્યા. અખિલ ગોગોઈને 57,173 મત મળ્યા, જ્યારે રાજકુંવરીને 45,394 અને સુભ્રામિત્ર ગોગોઈને 19,323 મત મળ્યા હતા.
આ પણ વાંચો - આસામના લોકોએ કોંગ્રેસ ગઠબંધનને જાકારો આપ્યો છે: PM નરેન્દ્ર મોદી
NIAએ માઓવાદીઓ સાથેના કથિત જોડાણોને કારણે કેસ સંદર્ભે અખિલ ગોગોઇની કસ્ટડી લીધી
ડિસેમ્બર, 2019માં આસામમાં નાગરિકત્વ સુધારા કાયદો (સીએએ)નો વિરોધ હિંસક બન્યો ત્યારે અખિલ ગોગોઇની ધરપકડ કરાઈ હતી અને ત્યારથી માંડીને થોડા મહિના પહેલા તેઓ કોવિડ પોઝિટિવ બન્યા ત્યાં સુધી જેલમાં જ હતા. તે પછી તેમને ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (જીએમસીએચ)ના બંધિયાર સેલમાં શિફ્ટ કરાયા હતા. ડિસેમ્બર, 2019માં તેમની ધરપકડ બાદ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (National Investigation Agency)એ તેમના માઓવાદીઓ સાથેના કથિત જોડાણોને કારણે કેસ સંદર્ભે અખિલ ગોગોઇની કસ્ટડી લીધી હતી.
આ પણ વાંચો - આસામ વિધાનસભા ચૂંટણી : 3 અરબપતિ ઉમેદવારો મેદાનમાં
આસામમાં મોટા પાવર પ્રોજેક્ટોના બાંધકામ વિરુદ્ધની ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી
શિવસાગર મતદાન ક્ષેત્રના લોકોએ જેલમાં કેદ આ કાર્યકર્તાના વિજય અંગે ખુશી વ્યક્ત કરી છે અને તેને લોકશાહીની જીત ગણાવી છે. પોતાના વિચારો માટે દ્રઢ રહેનારા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંકલ્પબદ્ધ એવા ગોગોઈએ આસામમાં મોટા પાવર પ્રોજેક્ટોના બાંધકામ વિરુદ્ધની ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો - આસામમાં સીએએનો વિરોધ કરનારા એક થઈ ગયા છે : ગૌરવ ગોગોઇ
ચૂંટણી પ્રચાર વગર મેળવી જીત
રાજ્યમાં અગ્રણી વિરોધ જૂથ કૃષક મુક્તિ સંગ્રામ સમિતિ (કેએમએસએસ)માં તેમના સાથીઓએ 2021ની ચૂંટણીઓના થોડા જ સમય અગાઉ રાયજોર ડાલ નામે નવો રાજકીય પક્ષ શરૂ કર્યો હતો અને અખિલને જેલમાંથી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવા વિનંતી કરી હતી. ગોગોઇએ જીએમસીએચના આઈસોલેશન વૉર્ડમાંથી જ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું અને એક પણ દિવસના ચૂંટણી પ્રચાર વિના તેમણે રવિવારે જાહેર થયેલા પરિણામોમાં વિજય મેળવ્યો છે.