- આસામ વિધાનસભા ચૂંટણીમાં 47 બેઠકો માટે યોજાયું મતદાન
- પ્રથમ તબક્કાના મતદાન યોજાયું
- પ્રથમ તબક્કામાં 72.14 ટકા મતદાન
ન્યૂઝ ડેસ્ક : આસામ વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન શનિવારના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આસામ વિધાનસભાની ચૂંટણી માટે શનિવારના રોજ પ્રથમ તબક્કાના મતદાન યોજાયું હતું. જેમાં પ્રથમ તબક્કામાં રાજ્યની 47 બેઠકો પર કુલ 72.17 મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 47 બેઠકો પર મતદાન થયું હતું.
આ પણ વાંચો -આસામ વિધાનસભા ચૂંટણી 2021: પ્રથમ તબક્કામાં 47 બેઠકો માટે મતદાન શરૂ
જનતાએ EVMમાં ઉમેદવારોના ભાવિમાં કેદ કર્યા
આસામમાં સરકાર બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસે જોરશોરથી પ્રચાર કર્યો હતો. જો કોંગ્રેસ આસામમાં ફરીથી કબ્જો મેળવવા ઇચ્છે છે, જ્યારે સામે આસામમાં પ્રથમ વખત સરકાર બનાવનારા ભાજપ સત્તાનું પુનરાવર્તન કરવા માગે છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત આસામમાં સરકાર બનાવી અને સર્વાનંદ સોનોવાલને આસામ મુખ્યપ્રધાન બનાવ્યા હતા. આ ચૂંટણીમાં મતદાન કરીને જનતા નિર્ણય લેશે કે, બન્નેમાંથી કોણ જીતશે, અને શનિવારના રોજ જનતાએ EVMમાં ઉમેદવારોના ભાવિમાં કેદ કર્યા છે.
આ પણ વાંચો -પશ્ચિમ બંગાળની ચૂંટણી : પ્રથમ તબક્કામાં સવારે 11:30 વાગ્યા સુધી 35.5 ટકા મતદાન