બોકાખાત(આસામ): આસામ પોલીસે ગોલાઘાટ જિલ્લાના લોકોમાં ચોક્કસ ધર્મનો પ્રચાર કરવા બદલ સાત જર્મન નાગરિકોની અટકાયત કરી છે.(7 German nationals fined and sent back from Assam ) તેના પર ટૂરિસ્ટ વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે. પોલીસના વિશેષ મહાનિર્દેશક જીપી સિંહે ગુવાહાટીમાં મીડિયાને જણાવ્યું કે દેશના વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દરેક જર્મન નાગરિક પર 500-500 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આસામ માંથી 7 જર્મન નાગરિકો ઝડપાયા, ધર્મના પ્રચારમાં નિયમ ભંગ
આસામ પોલીસે ટૂરિસ્ટ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 7 જર્મન નાગરિકોની અટકાયત કરી છે. (7 German nationals fined and sent back from Assam )તેઓ અહીં એક ચોક્કસ ધર્મનો પ્રચાર કરતા હતા. તેમને ડોલર 500-500નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ખાસ વિઝાની જરૂર હતી:સાત જર્મન નાગરિકો પાસે પ્રવાસી વિઝા હતા, પરંતુ તેમને બીજા દેશમાં કોઈ ચોક્કસ ધર્મનો પ્રચાર કરવા માટે ખાસ વિઝાની જરૂર હતી જે તેમની પાસે ન હતા. (violating tourist visa norms)આ તમામને ગોલાઘાટ પોલીસે શુક્રવારે રાત્રે કાઝીરંગાના એક ખાનગી રિસોર્ટમાંથી જ્યાં તેઓ રોકાયા હતા ત્યાંથી અટકાયતમાં લીધા હતા, સ્થાનિક લોકો તરફથી તેમના કાર્યો અંગે કેટલીક ફરિયાદો મળ્યા બાદ જીપી સિંહે જણાવ્યું હતું કે, "વિગતવાર પૂછપરછ બાદ તમામ સાત જર્મન નાગરિકો દોષિત ઠર્યા હતા. પ્રવાસી વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દરેક નાગરિકને US$500 નો દંડ ફટકારવામાં આવ્યો છે."
મૂળ દેશમાં પાછા મોકલવાનો નિર્ણય:એસડીજીપી જીપી સિંહે એ પણ માહિતી આપી હતી કે, "આસામ સરકારે વિદેશ મંત્રાલય સાથે યોગ્ય વાતચીત કર્યા પછી તમામ સાત જર્મન નાગરિકોને તેમના મૂળ દેશમાં પાછા મોકલવાનો નિર્ણય લીધો છે. ઓક્ટોબર મહિનામાં પ્રચાર માટે 27 વિદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. કસ્ટડીમાં લેવામાં આવેલા વિદેશી નાગરિકોમાં 17 બાંગ્લાદેશના, 3 સ્વીડનના અને હવે 7 જર્મનીના છે."