અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. રાજકીય પક્ષોના ગુજરાતમાં ધામાં વધી ગયા છે. સત્તાના રણમેદાનમાં પોતાના સોગઠાં ખેલવા માટે દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ઓવૈસીનું અનામત કાર્ડ, ભાજપને મત આપશો તો અનામત ખતમ થઈ જશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. રાજકીય પક્ષોના ગુજરાતમાં ધામાં વધી ગયા છે. સત્તાના રણમેદાનમાં પોતાના સોગઠાં ખેલવા માટે દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે AIMIMના(All India Majlis-e-Ittehadul Muslimeen) અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સુરતની મુલાકાત લીધી હતી. જ્યાં તેમની સભામાં કેટલાક લોકોએ હંગામો કર્યો હતો.
ઓવૈસીનું અનામત કાર્ડ: ગુજરાતની મુલાકાતે આવેલા અસદુદ્દીન ઓવૈસીએ સુરતની મુલાકાત બાદ ગુજરાત ભાજપ પાર્ટી પર પ્રહાર(Attack on BJP party) કર્યા છે. જેમાં તેમણે અનામતનો મુદ્દો ઉછાળીને ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે એક ટ્વિટ કરીને કહ્યું કે, દલિત આદિવાસી અને ઓબીસી સમાજના લોકો જો ગુજરાતમાંથી ભાજપને મત આપશે તો અનામત ખતમ થઈ જશે. મને આશા છે કે, ગુજરાતમાંથી પ્રજા AIMIM((All India Majlis-e-Ittehadul Muslimeen) ના ઉમેદવારને સફળતા પ્રાપ્ત કરાવશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ અસદુદ્દીન ઓવૈસીએ સુરતની મુલાકાત લીધી હતી. તેઓ વંદે માતરમ ટ્રેનમાં અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જોકે તે અંગે રેલ્વે પોલીસે સ્પષ્ટતા કરવી પડી હતી કે રેલવેનું કામ ચાલુ હોવાથી અકસ્માતે પથ્થર ટ્રેનને વાગ્યો હતો.