ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકાર પાસે કોરોના સામે લડવા રણનીતિ ન હોવાથી દેશમાં લૉકડાઉન લગાવવું જોઈએઃ રાહુલ ગાંધી

દેશભરમાં કોરોનાની બીજી લહેરના કારણે સ્થિતિ બગડી છે તેવામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર પાસે કોઈ રણનીતિ જ નથી. એટલે સંપૂર્ણ દેશમાં લૉકડાઉન લગાવવું જરૂરી છે.

સરકાર પાસે કોરોના સામે લડવા રણનીતિ ન હોવાથી દેશમાં લૉકડાઉન લગાવવું જોઈએઃ રાહુલ ગાંધી
સરકાર પાસે કોરોના સામે લડવા રણનીતિ ન હોવાથી દેશમાં લૉકડાઉન લગાવવું જોઈએઃ રાહુલ ગાંધી

By

Published : May 4, 2021, 2:16 PM IST

  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા
  • કોરોનાની સ્થિતિને કાબૂમાં લાવવા સરકાર નિષ્ફળઃ રાહુલ ગાંધી
  • સરકાર પાસે કોઈ રણનીતિ જ નથીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંપૂર્ણ દેશમાં લૉકડાઉન લગાવવાની વાત કરી હતી. દેશમાં કોરોનાના કારણે સર્જાયેલી વર્તમાન સ્થિતિને જોતા મંગળવારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાસે કોરોના સામે લ઼વા માટેની કોઈ રણનીતિ નથી. એટલે સમગ્ર દેશમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવી દેવું જોઈએ.

આ પણ વાંચોઃ15 મે સુધી બિહારમાં લોકડાઉન

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે સંપૂર્ણ લૉકડાઉન એક જ વિકલ્પ બચ્યો છે. આ સાથે જ આર્થિક રીતે નબળા લોકોની સુરક્ષા માટે લઘુતમ વેતનની ગેરન્ટી આપવામાં આવી જોઈએ. ભારત સરકારની નિષ્ફળતાથી અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે.

આ પણ વાંચોઃકોરોનાની ચેઇન તોડવા બે તબક્કામાં 6 દિવસ અંબાજીના બજારો સ્વૈચ્છિક રહ્યા બંધ

કોરોનાને રોકવાનો એક જ વિકલ્પ લૉકડાઉનઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે કોરોના સામે લડવા માટે કોઈ રણનીતિ જ નથી એટલે હવે દેશમાં લૉકડાઉન જ એક વિકલ્પ બચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details