નવી દિલ્હી: જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ બાદ લોકોએ વિરોધ પ્રદર્શન (Massive Protest of Nupur Sharma) શરૂ કરી દીધું હતું. વિરોધ પ્રદર્શન કરતા લોકોની એવી માંગ કરે છે કે નુપુર શર્માએ જે રીતે નિવેદન આપ્યું હતું. એની સામે નુપુરની ધરપકડ (Nupur Sharma Statement) થવી જોઈએ. આ મામલે દિલ્હી પોલીસે હાલમાં વિરોધ કરી રહેલા લોકો સાથે વાત કરી છે. શુક્રવારે સાંજના સમયે હજારો લોકો જામા મસ્જિદમાં નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા. જ્યારે કેટલાક લોકો અહીંથી નમાઝ અદા કરીને બહાર આવ્યા તો તેઓએ નૂપુર શર્મા વિરુદ્ધ (People demand Strict Action)નારેબાજી કરી નાંખી હતી. નૂપુર શર્માની (Nupur Sharma over her controversial remarks)મોહમ્મદ પયગંબર વિશેની ટિપ્પણી બદલ ધરપકડ કરવામાં આવે. પોલીસ દેખાવકારોને સમજાવીને વિસ્તાર ખાલી કરવા માટે સમજાવી રહી છે.
ચાર રાજ્યમાં મામલો ગરમાયો: આ મામલે છેલ્લા કેટલાક દિવસોથી અનેક પ્રકારની સ્પષ્ટતા થઈ રહી છે. ભાજપ પક્ષ એના દ્રષ્ટિકોણથી અને કેન્દ્ર સરકાર એના વિચારો અનુસાર સ્પષ્ટતા કરી રહી છે. જોકે, હકીકત એવી પણ છે કે, ભાજપે નુપુર શર્માને પ્રવક્તા તરીકે હટાવી દીધી છે. ન માત્ર દિલ્હી પણ પશ્ચિમ બંગાળના કોલકાતા, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, સહારાનપુર, લખનૌ, ઝારખંડના રાંચીમાં, મહારાષ્ટ્રના મુંબઈ અને જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો નુપુરનો વિરોધ કરવા માટે રસ્તે નીકળી પડ્યા હતા. આટલી મોટી ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસને પરસેવો આવી ગયો હતો. દિલ્હીમાં જામા મસ્જિતથી લઈને ઉત્તર પ્રદેશના શહેરોમાં નુપુર સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.
દિલ્હીમાં દંગલ: જામા મસ્જિદ પાસે પ્રદર્શન કરી રહેલા લોકો સામે પોલીસે એક્શન લીધું છે. દિલ્હી પોલીસે કહ્યું કે, હાલમાં સ્થિતિ કાબુમાં છે. જ્યારે જામા મસ્જિદના મૌલવીએ કહ્યું કે, અમને આ વિરોધ પ્રદર્શન અંગે કંઈ ખ્યાલ નથી. આ માટે કોણે આયોજન કર્યું એ અંગે અમે જાણતા નથી. મસ્જિદ તરફથી વિરોધ પ્રદર્શન માટે કોઈને કહેવાયું નથી. મસ્જિદ તરફથી આ કોઈ વિરોધ પ્રદર્શન નથી. મસ્જિદના એક નંબરના ગેઈટ પર આ નારેબાજી થઈ હતી. પોલીસ આવા લોકોની તપાસ કરીને કાયદેસરના પગલાં લે.
આ પણ વાંચો:આ મુદ્દાઓ પરથી સમજો, ભાજપના નેતાઓના મોહમ્મદ પયગંબર પરના નિવેદનથી ભારતને કેટલું નુકસાન