શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી શનિવાર સાંજથી સેનાનો એક જવાન લાપતા હોવાના અહેવાલ છે. સૈન્ય જવાનના પરિવારે માહિતી આપી છે કે કુલગામ જિલ્લાના અચ્છલ ગામનો રહેવાસી જાવેદ અહેમદ વાની શનિવારે સાંજે ગુમ થઈ ગયો છે. મળતી માહિતી મુજબ, લદ્દાખ વિસ્તારમાં તૈનાત વાની રજા પર હતો. તેમની કાર કુલગામ જિલ્લાના પરનહોલ ગામમાંથી મળી આવી હતી.
મોટાપાયે શોધખોળ શરૂ: જમ્મુ-કાશ્મીર પોલીસે હજુ સુધી આ ઘટનાની પુષ્ટિ કરી નથી, પરંતુ સેનાના અધિકારીઓએ આ સંદર્ભમાં માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ ગુમ થયેલા સૈનિકને શોધવા માટે મોટાપાયે શોધખોળ શરૂ કરી છે. વાણીના માતા-પિતાએ તેને વહેલી તકે શોધવાની અપીલ કરી છે.
માતાનો વીડિયો વાયરલ:સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં વાનીની માતા કહેતી જોવા મળી રહી છે કે વાની તેની કારમાં બજારમાંથી કરિયાણાની ખરીદી કરવા ગયો હતો પરંતુ પાછો આવ્યો નહીં. તેની માતાએ જણાવ્યું કે તે ઘણા સમયથી બીમાર છે. તેના ભરણપોષણ માટે જાવેદ અહેમદ વાની એકમાત્ર આધાર છે.
પુત્રને વહેલી તકે શોધવાની અપીલ:જાવેદ અહેમદ વાનીની માતાએ સુરક્ષા દળો અને પોલીસને તેમના પુત્રને વહેલી તકે શોધવાની અપીલ કરી છે. સાથે જ તેણે કહ્યું કે જો તેના પુત્રથી કોઈ ભૂલ થઈ હોય તો તેને માફ કરી દો. એક વીડિયોમાં જાવેદ વાનીની માતા આજીજી કરતી જોવા મળે છે.
અમુક નિશાન મળ્યા:જ્યારે જવાન ઘરે પરત ન ફર્યો ત્યારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સર્ચ દરમિયાન જાવેદની ખુલ્લી કાર કુલગામ નજીક પ્રાણહાલ ખાતેથી મળી આવી હતી. કારમાંથી તેના ચપ્પલની જોડી અને લોહીના કેટલાક ટીપા મળી આવ્યા હતા. સેનાના જવાનને શોધવા માટે સેના અને પોલીસ સંયુક્ત રીતે મોટાપાયે ઓપરેશન ચલાવી રહી છે.
- Uttarakhand Rain: લકસરમાં રસ્તો સમુદ્ર બન્યો, 50થી વધુ ગામો સંપૂર્ણપણે ડૂબ્યા, સેનાએ હાથ ધરી બચાવ કામગીરી
- Cyclone Biparjoy: સુરક્ષાની તમામ એજન્સીઓ પ્રાકૃતિક આપદા સામે લડવા સજ્જ