ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Army Chief: ઉત્તરી સરહદો પર સ્થિતિ 'સ્થિર' પણ 'સંવેદનશીલ' : આર્મી ચિફ મનોજ પાંડે - ચીન

સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ પૂર્વીય લદાખની સરહદે સ્થિતિ 'સ્થિર' પણ 'સંવેદનશીલ' હોવાનું જણાવ્યું. તેમણે 120થી વધુ મહિલાઓને કર્નલ રેન્ક પર પ્રમોટ કરવાની ઘટનાને મહિલા સશક્તિકરણ સંદર્ભે મહત્વપૂર્ણ વિકાસ ગણાવ્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Army Chief Manoj Pande Eastern Ladakh Border Stable Sensitive

ઉત્તરી સરહદો પર સ્થિતિ 'સ્થિર' પણ 'સંવેદનશીલ' : આર્મી ચિફ મનોજ પાંડે
ઉત્તરી સરહદો પર સ્થિતિ 'સ્થિર' પણ 'સંવેદનશીલ' : આર્મી ચિફ મનોજ પાંડે

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2024, 9:49 PM IST

નવી દિલ્હીઃ ભારતીય સેના ગમે તે પડકાર સામે બાથ ભીડવા તૈયાર છે તેમ સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું. ગુરુવારે સેના પ્રમુખ જનરલે પૂર્વીય લદાખની સરહદે સ્થિતિ 'સ્થિર' પણ 'સંવેદનશીલ' હોવાનું જણાવ્યું. સેના દિવસ અગાઉ પત્રકારોને સંબોધન કરતા મનોજ પાંડેએ કહ્યું કે, ભારત અને ચીન ઘર્ષણના બાકી બચેલા મુદ્દાઓનો નિકાલ સૈન્ય અને રાજકીય સ્તરે વાતચીતથી લાવવામાં આવી રહ્યો છે.

જનરલ મનોજ પાંડેએ વધુમાં જણાવ્યું કે, અમારી અભિયાનગત તૈયારીઓ ઉચ્ચ સ્તરની છે. ભારતીય સેના ગમે તે પડકાર સામે બાથ ભીડવા તૈયાર છે. પૂર્વી લદાખમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણના અનેક મુદ્દે છેલ્લા 3 વર્ષથી ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. જો કે રાજકીય અને સૈન્ય સ્તરે થતી વાતચીતના અનેક તબક્કાઓ બાદ ઘર્ષણ જોવા મળતા સ્થળોએથી સૈનિકોને પરત બોલાવવાની કામગીરી થઈ છે.

જમ્મુ કાશ્મીરની બોર્ડર પરના પ્રશ્નમાં મનોજ પાંડેએ જણાવ્યું કે, સરહદે ઘુસણખોરીના અનેક પ્રયત્નો થયા છે, તેમ છતાં સરહદ પર પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ કાયમ છે. તેમણે ઘુસણખોરીના પ્રયત્નોને અટકાવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

જમ્મુ કાશ્મીરમાં હિંસાની ઘટનાઓમાં ઘટાડો થયો છે, પરંતુ રાજૌરી અને પુંછ સેક્ટરમાં આ પ્રકારની ઘટનાઓ વધી છે. વિભિન્ન આતંકવાદી સંગઠનોને પાકિસ્તાન સપોર્ટ કરતું હોવાનો ઉલ્લેખ કરતા મનોજ પાંડેએ જણાવ્યું કે, સરહદ પર આતંકવાદને પોષવામાં આવી રહ્યો છે.

ભૂટાન અને ચીન વચ્ચેના સરહદ વિવાદને ઉકેલવા મુદ્દે ભારતની સુરક્ષા પર અસર કરતા ઘટનાક્રમો પર નજર રાખવામાં આવી રહી હોવાનું મનોજ પાંડેએ જણાવ્યું હતું. ભૂટાન સાથે આપણા સૈન્ય સંબંધો પણ છે અને અમે દરેક ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. ભારત-મ્યાનમાર સરહદની સ્થિતિ ચિંતાનો વિષય છે.

સેનામાં અગ્નિવીરોને સામેલ કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે તેમજ વર્ષ 2024 ભારતીય સેના માટે ટેકનોલોજીથી સજ્જ થવાનું વર્ષ બની રહેશે.

સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, 120થી વધુ મહિલાઓને કર્નલ રેન્ક પર પ્રમોટ કરવાની ઘટનાને મહિલા સશક્તિકરણ સંદર્ભે મહત્વપૂર્ણ વિકાસનો સંકેત છે. મહિલાઓ પોતાના પુરુષ સમકક્ષોની જેમ આ મહિલાઓને બારામુલા અને લેહના વિસ્તારોમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા શાંતિ સેનાની ભૂમિકા વર્ણવતા મનોજ પાંડેએ જણાવ્યું કે, દેશભરમાં અંદાજિત 101 મહિલાઓ શાંતિ રક્ષક તરીકે ફરજ બજાવી રહી છે. જેઓ શાંતિ સ્થાપના માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. પુરુષ અને મહિલા બંને રક્ષા કર્મીઓ માટે લિંગ તટસ્થ નીતિ અંતર્ગત આગળનું પગલું પુરુષ સમકક્ષ પદો પર મહિલાઓની નિયુક્તિ છે.

ભારતીય સેના દ્વારા ગત મહિને એશિયન દેશોની મહિલા અધિકારીઓ માટે એક ટેબલ ટોપ અભ્યાસ આયોજિત કરવા વિશે મનોજ પાંડેએ જણાવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય લૈંગિક સમાવેશિતાને વેગ આપવાનો છે. તેમજ શાંતિ અભિયાનોમાં મહિલા સૈન્ય કર્મીઓની ક્ષમતાને વધારવાનો છે.

  1. Army Chief's Statement: સેના પ્રમુખ મનોજ પાંડેએ યુદ્ધમાં જમીનનું મહત્વ વર્ણવ્યું
  2. India Africa Chief's Conclave in Pune: આર્મી ચીફ મનોજ પાંડેએ ભારત અને આફ્રિકા વચ્ચેના સૈન્ય સંબંધોને ગણાવ્યા મહત્વપૂર્ણ

ABOUT THE AUTHOR

...view details