- ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ
- કોઈ પણ દેશને અમારા આંતરિક મામલા પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી
- ભારત પોતાના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનાર કોઈ પણ વસ્તુઓને સહન કરશે નહી
નવી દિલ્હી : રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદને લઈ કહ્યું કે, બંન્ને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. રક્ષા પ્રધાને કહ્યું કે, જે લોકો અમારી છેડછાડ કરશે તેમને અમે છોડશું નહી. અમે બધા જ દેશોની સાથે મળી શાંતિ પૂર્ણ સંબંધ બનાવી રાખવા માંગીએ છીએ.
ભારત તેના ગૌરવથી સાથે કોઈ કરાર નહિ કરે
ચીનનો વિસ્તારવાદી લક્ષ્ય છે. બીજાની જમીન ઝડપવાના સવાલ પુછવા પર રાજનાથ સિંહે કહ્યું કે, જો કોઈ દેશ વિસ્તારવાદી છે અને ભારતની ધરતી પર કબ્જો કરવાની કોશિષ કરે છે. તો ભારતની અંદર તાકાત છે તે પોતાની જમીન કોઈના હાથમાં જવા દેશે નહિ.રાજનાથ સિંહે આગળ કહ્યું કે, હજુ સુધી યથાસ્થિતિ બનેલી છે. આગામી બેઠક થશે. તેમાં સૈન્ય સ્તર પર વાતચીત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, નરમ થવાનો કોઈ મતલબ નથી. કોઈ અમારા ગૌરવ પર હુમલો કરે છે અને આપણે ચુપચાપ જોતા રહીએ. ભારત તેના ગૌરવથી સાથે કોઈ કરાર નહિ કરે.
કોઈ પણ દેશના વડાપ્રધાન વિશે કહેવા માંગીશ કે, ભારતના આંતરિક મામલે ટિપ્પણી ન કરે
રક્ષા પ્રધાને કહ્યું કે, હું ગત્ત સરકાર પર સવાલ ઉઠાવવા માંગતો નથી. પરંતુ હું કહી શકું છું કે, જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા પ્રાથમિકતા રહી છે. અમે આપણા સૈન્યદળોને વધુમાં વધુ સુવિધાઓ આપી રહ્યા છીએ.રાજનાથ સિંહે કહ્યું કે, હું કોઈ પણ દેશના વડાપ્રધાન વિશે કહેવા માંગીશ કે, ભારતના આંતરિક મામલે ટિપ્પણી ન કરે. ભારતને કોઈ પણ હસ્તક્ષપેની જરુર નથી. આ અમારો આંતરિક મામલો છે. કોઈ પણ દેશને અમારા આંતરિક મામલા પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી. સરહદ પર સેનાની તૈનાત પર કોઈ કસર રહેશે નહી. અમે આશા રાખીએ છીએ કે, વાતચીતનું સકારાત્મક પરિણામ નીકળે.
ભારત પોતાના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનાર કોઈ પણ વસ્તુઓને સહન કરશે નહી
સિંહે કહ્યું કે, પાકિસ્તાન શરુથી જ સરહદ પર નાપાક હરકત કરી રહ્યું છે. અમારા સૌનિકોએ સાબિત કરી દીધું છે કે, આંતકવાદનો નાશ કરવા માટે સરહદ પાર જઈ શકે છે. તેમજ જો જરુરી લાગે તો આતંકવાદીઓના અડ્ડાઓ પર પણ હુમલો કરી શકે છે. ભારતમાં તે ક્ષમતા છે. ભારત પોતાના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનાર કોઈ પણ વસ્તુઓને સહન કરશે નહી.રક્ષા પ્રધાને કહ્યું કે, ચીન તેમના સરહદી વિસ્તારોમાં ખુબ જ પાયાનો ઢાંચાનો વિકાસ કરી રહ્યું છે. ભારત સરહદ પર લોકો માટે અને સૌનિકો માટે ખુબ જ ઝડપથી પાયાનો ઢાંચાને તૈયાર કરી રહ્યા છે. અમે કોઈ પણ દેશ પર હુમલો કરવા માટે તેમજ અમારા લોકો માટે પાયાના ઢાંચાનો વિકાસ કરી રહ્યા છીએ.