ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપના સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુનો વધુ એક વીડિયો વાયરલ

ભાજપના સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુ અંકિતાનો વધુ એક નવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તે રોઈ રહી છે અને પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું હતું કે, હવે મારા જીવવાનું કોઈ કારણ નથી બચ્યું. હું જઈ રહી છું. ક્યારેય પાછી નહીં આવું. આ વીડિયો વાયરલ થતા લખનઉ પોલીસ દોડતી થઈ છે.

ભાજપના સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુનો વધુ એક વીડિયો વાયરલ
ભાજપના સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુનો વધુ એક વીડિયો વાયરલ

By

Published : Mar 15, 2021, 10:05 AM IST

  • ભાજપના સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુએ વીડિયો કર્યો વાયરલ
  • સાંસદના ઘરની બહાર નસ કાપીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ
  • પોલીસે હોસ્પિટલમાં દાખલ કરી એટલે તેનો જીવ બચી શક્યો

આ પણ વાંચોઃલખનઉમાં સત્તાધારી પક્ષ ભાજપના સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ફાયરિંગ

લખનઉઃ લખનઉના મોહનલાલગંજથી ભાજપના સાંસદની પુત્રવધુએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સાંસદના ઘરની બહાર અંકિતાએ પોતાના હાથની નસ કાપી લીધી હતી. જોકે, પોલીસે તેને હોસ્પિટલ દાખલ કરી હતી, જેના કારણે તેનો જીવ બચી ગયો છે. આત્મહત્યાના પ્રયાસ પહેલા અંકિતાનો એક વીડિયો વાયરલ થયો હતો. આમાં અંકિતાએ પતિ આયૂષ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

આ પણ વાંચોઃધારાસભ્ય વિનું મોરડીયાના અવાજવળો કથિત વીડિયો વાયરલ

મને મારા હાલ પર છોડી દોઃ અંકિતા

ભાજપના સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુ અંકિતાએ રવિવારે રાત્રે સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો વાયરલ કર્યો હતો. આમાં અંકિતાએ પતિ આયૂષ પર ગંભીર આક્ષેપ લગાવી આત્મહત્યાની વાત કરી હતી. આ વીડિયો જોઈને પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. અંકિતાએ વીડિયોમાં આયૂષ સાથે પ્રેમ અને પરિવાર સાથેના ખરાબ સંબંધની વાત કરી હતી. આ સાથે જ સાંસદના પરિવારજનો પર આક્ષેપ લગાવ્યા હતા. અંકિતાના બે વીડિયો વાયરલ થયા હતા. અંકિતાએ રવિવારે વાયરલ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, તમારા ઘરવાળા તમારાથી પ્રેમ નથી કરતા. મને પ્રેમ કરતા હતા. હું તમારા કારણે ત્યાં હતી. મને મારા હાલ પર છોડી દો.

ABOUT THE AUTHOR

...view details