- સિંઘુ બોર્ડર કિસાન આંદોલન
- આંદોલનમાં ખેડૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી
- ખેડૂત ગુરપ્રીત સિંહ આંદોલનમાં લાંબા સમયથી સાથે હતો
સોનીપતઃ બુધવારે સવારે સિંઘુ બોર્ડર પર એક ખેડૂતનો મૃતદેહ (Farmer death at Singhu border) લટકતો મળી આવ્યો હતો. મૃતક ખેડૂતની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ છે. જે રૂરકી ગામ, તહસીલ અમરોહા, જિલ્લા ફતેહગઢ સાહિબનો રહેવાસી હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેડૂતે આત્મહત્યા (farmer suicide singhu border)કરી છે. જેના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. આ ખેડૂત BKU સિદ્ધપુર જૂથનો હતો. તેના વડા જગજીત સિંહ ધલેવાલ છે.
સરકાર અમારી વાત નથી સાંભળી રહી આ કારણે ખેડૂતે આત્મહત્યા કરી
પંજાબના ફતેહગઢ સાહિબનો ખેડૂત ગુરપ્રીત સિંહ સોનેપત કુંડલી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં લાંબા સમયથી હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે ગુરપ્રીતે એક મોલ પાસે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી, ગુરપ્રીતના મોતની માહિતી મળતાં જ સોનેપત કુંડલી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લીધો. ગુરપ્રીતના સાથી ખેડૂત ગુરજંત સિંહે જણાવ્યું કે ગુરપ્રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે, કારણ કે સરકાર અમારી વાત નથી સાંભળી રહી અને આ કારણે ખેડૂતે પરેશાન થઈને આત્મહત્યા કરી છે.