- ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની EDની કસ્ટડી વધારાઈ
- બોમ્બે હાઈકોર્ટે 12 નવેમ્બર સુધી કસ્ટડી વધરાવાનો નિર્ણય લીધો
- મની લોન્ડરિંગ કેસમાં દેશમુખ કરવામાં આવી હતી ધરપકડ
મુંબઈ, મહારાષ્ટ્ર:ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને (Anil Deshmukh) બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-EDની (Enforcement Directorate-ED) કસ્ટડીમાં મોકલી દીધા છે. અનિલ દેશમુખ હવે 12 નવેમ્બર સુધી EDની કસ્ટડીમાં રહેશે.
EDની કસ્ટડી અંગે હાઈકોર્ટનો ચુકાદો
અનિલ દેશમુખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના વિરોધમાં રવિવારે EDએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં EDએ અનિલ દેશમુખની કસ્ટડીની માંગણી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે અનિલ દેશમુખને 12 નવેમ્બર સુધી EDની કસ્ટડીમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો.EDએ મની લોન્ડરિંગ કેસમાં 12 કલાકથી વધુ ચાલેલી પૂછપરછ બાદ 1 નવેમ્બરે મોડી રાત્રે દેશમુખની ધરપકડ કરી હતી.
દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ